રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી તથા ફેસબુકને તેના જ આ મેસેજિંગ એપ્લિકેશનને કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે તેમજ પાકિસ્તાની સેના અને એરફોર્સ હાઇએલર્ટ પર હોવા છતાં ભારતીય જાંબાઝ પાયલટોએ નક્કી કરાયેલા 6 પૈકીના પાંચ લક્ષ્યાંક પર સચોટ પ્રહાર અને તમામ અટકળો અને સસ્પેન્સ બાદ આખરે વારાણસીને લઈને કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થયું તથા બ્રિટનના પોર્ટ ટેલ્બોટ, વેલ્સના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા તેમજ પાકિસ્તાને નિયંત્રણ રેખા  પર થનારા વેપારને સ્થગિત કરવાના ભારતના એક તરફી નિર્ણયને વખોડ્યો સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1:અમદાવાદ- રાજકોટમાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 દિવસ ગરમીનો પારો તોડશે 17 વર્ષનો રેકોર્ડ

રાજ્યમાં ઊનાળો ભરપુર જામી ગયો છે. લોકોને અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ – રાજકોટમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: પોતાના વોટ્સએપથી ફેસબુકને ભારતમાં જોખમ! કારણ જાણી રહેશો દંગ

ભારતમાં વોટ્સએપને ઘણી પસંદ કરવામાં આવે છે. પરંતુ ફેસબુકને તેના જ આ મેસેજિંગ એપ્લિકેશનને કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે. હવે ભારતીયોના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની તુલનામાં વોટ્સએપ પર વધુ સમય પસાર કરવાની શક્યતા છે. જેથી અમેરિકન કંપની ફેસબુકને વિશ્વની સૌથી મોટા માર્કેટમાં વોટ્સએપથી પડકાર મળી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3:IAFએ બાલાકોટ મામલે સૌપ્રથમવાર કર્યો ખુલાસો : ક્યાં, કેટલા અને કેવી રીતે તોડી પડાયા ટાર્ગેટ

26મી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતીય એરફોર્સના હુમલાના ઓપરેશનમાંથી શીખવા જેવી બાબતો પરના ભારતીય હવાઈદળના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના અને એરફોર્સ હાઇએલર્ટ પર હોવા છતાં ભારતીય જાંબાઝ પાયલટોએ નક્કી કરાયેલા 6 પૈકીના પાંચ લક્ષ્યાંક પર સચોટ પ્રહાર કર્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-4: PM મોદી સામે વારાણસીથી પ્રિયંકાને મેદાને ઉતારવાને લઈને ડરી ગઈ કોંગ્રેસ!

તમામ અટકળો અને સસ્પેન્સ બાદ આખરે વારાણસીને લઈને કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીંથી કોંગેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા લડે તેવી ચર્ચા હતી. ખુદ પ્રિયંકા પણ અનેકવાર અહીંથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. પરંતુ કોંગ્રેસે અચાનક અજય રાયને અહીંથી મેદાનમાં ઉતારતા પ્રિયંકા ગાંધીના નામ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આમ કરવા પાછળનું કારણ કોંગ્રેસનો ડર છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ લીધેલો આકરો નિર્ણય પેટ્રોલ-ડિઝલમાં કરાવશે ભડકો

અમેરિકાએ ભારત સહિતના આઠ દેશોને ઈરાન પરના પ્રતિબંધોમાં રાહત આપવા ઇનકાર કરી દીધા પછી સાઉદી અરબે પણ એક મોટો આંચકો આંપ્યો છે. સાઉદી અરબે આવી સ્થિતિમાં પણ ક્રૂડ ઉત્પાદન વધારવા ઇનકાર કરી દીધો છે. સાઉદી અરબની આ જાહેરાતને પગલે વિશ્વભરમાં ક્રૂડની કિંમતો વધી શકે છે અને તેને પગલે ભારતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: બ્રિટેનમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર ત્રણ વિસ્ફોટ, 4000થી વધુ કર્મચારીઓ માટે બચાવ કામગીરી શરૂ

બ્રિટનના પોર્ટ ટેલ્બોટ, વેલ્સના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા છે. યુકે મીડિયાના અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે. વિસ્ફોટ પછી, પ્લાન્ટ નજીક રહેતા લોકોએ પોલીસને જાણ કરી છે. અત્યાર સુધી, 2 લોકો ઇજાગ્રસ્ત હોવાનું નોંધાયું છે. વિસ્ફોટનું કારણ અસ્પષ્ટ છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: LoC પર વેપાર મામલે પાકિસ્તાનનો ‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે’ જેવો ઘાટ

પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર થનારા વેપારને સ્થગિત કરવાના ભારતના એક તરફી નિર્ણયની ગુરુવારે વખોડ્યો છે. પાકિસ્તાને ટૂંક સમયમાં જ આ વ્યવસાયને ફરીથી શરૂ કરવાની તેમની આશા વ્યક્ત કરી છે. ભારતે હથિયારો, નકલી નોટ અને માદક દ્રવ્યોના દાણચોરીના અહેવાલો પછી ગયા સપ્તાહે પાકિસ્તાની તરફી નિયંત્રણ રેખા (એલઓસી) પર વેપારને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: મને ભાઈ સલમાન ખાનના કારણે કામ નથી મળતુ: અરબાઝ ખાન

એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાનને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બે દશકથી વધારાનો સમય થઈ ચુક્યો છે અને આજ પણ તે ફિલ્મો અને બીજા પ્રોજેક્ટમાં મશગુલ છે. અરબાઝ ખાનનું કહેવુ છે કે આજે ભલે તે સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ છે પણ તેને કામ તેના બલબુતા પર મળ્યુ છે. તેની પોતાની મહેનતથી અને યોગ્યતાથી કામ મળ્યુ છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: વિરાટ કોહલી માટે ’13’નો આંકડો બન્યો અનલકી, જાણો કેવી-રીતે

આઈપીએલની ૧૨મી સિઝનમાં બુધવાર સુધી ૪૨ મેચ એટલે કે ૭૫% મેચો પૂરી થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી આઠ ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ ૪૭૧ વિકેટો ગુમાવીને અત્યાર સુધી ૧૩,૮૪૬ રન બનાવ્યા છે. તેમાંથી ૬.૧૭% એટલે કે ૮૭૮ રન ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં બન્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: સાઇના-સિંધુ અને સમીરનો સપાટો, ક્વાર્ટર ફાઇનલમાં

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ તથા પીવી સિંધુએ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પોતાના વિજયનો સિલસિલો જારી રાખીને વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. મેન્સ સિંગલ્સમાં પણ સમીર વર્માએ પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@12 PM: અમદાવાદ-રાજકોટમાં રેડ એલર્ટ, આગામી 3 દિવસ ગરમીનો પારો તોડશે રેકોર્ડ સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/26-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News

0 Comments