। મદુરાઈ ।

મદ્રાસ હાઈકોર્ટે ગર્ભપાત કાયદામાં સુધારા અંગે જાતે નોંધ લઈને સુઓ મોટો રીતે કેન્દ્ર સરકારને કાયદેસર ગર્ભપાત માટેની સમયમર્યાદા હાલ ૨૦ અઠવાડીયા છે તે વધારીને ૨૪ અઠવાડીયા કરવા અનુરોધ કર્યો છે. કોર્ટે આ માટે મેડિકલ ર્ટિમનેશન ઓફ પ્રેગનન્સી (MTP) એક્ટ ૧૯૭૧માં જરૂરી સુધારા કરવા આદેશ આપ્યો છે અને એબોર્શનની માન્ય સમય મર્યાદા ૨૦ અઠવાડીયાથી વધારીને ૨૪ અઠવાડીયા કરવાનું કહ્યું છે. કોર્ટે આ મામલે WHO ને ટાંકીને કહ્યું છે કે દેશમાં અમાન્ય ગર્ભપાતને કારણે દર વર્ષે ૧૭ લાખ બાળકો વિકારોની સાથે જન્મે છે. આથી એબોર્શનની માન્ય સમય મર્યાદા ૨૦ને બદલે ૨૪ અઠવાડીયાની કરવામાં આવે. કોર્ટે આ માટે કાયદામાં સુધારાનાં ૫ વર્ષ જુના પ્રસ્તાવને ગંભીરતાથી મૂલવવા અને તેમાં જલ્દી સુધારા કરીને પગલાં લેવા સરકારને આદેશ આપ્યો છે. હાઈકોર્ટની બેન્ચે આ માટે જવાબ આપવા કેન્દ્ર સરકારને ૨ મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે.

ડોકટરોનો પણ એબોર્શનની સમયમર્યાદા વધારવાનો મત

એબોર્શનની સમય મર્યાદા વધારવા ડોકટરોએ પણ તરફેણ કરી છે. કોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાતની સમયમર્યાદા વધારીને અનિચ્છનીય નવજાત બાળકોની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. ડોકટરોએ કહ્યું હતું કે, ભ્રુણમાં કોઈપણ પ્રકારની ખામીની માહિતી મેળવવા ૨૦ અઠવાડીયાનો સમય પૂરતો નથી. આથી માન્ય સમયમર્યાદા વધારીને ૨૪ અઠવાડીયા કરવી જોઈએ. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને બે મહિનાનું અલ્ટીમેટ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગર્ભપાતની સમયમર્યાદા ૨૪ સપ્તાહ રાખવા HCની તરફેણ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/abortion-time-24/
via Best Gujarati News

0 Comments