। દરભંગા / બુંદેલખંડ / બાંદા ।

વડા પ્રધાન મોદીએ ગુરૂવારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં રેલી અને સભાઓ ગજવી હતી. તેમણે કોંગ્રેસ અને વિરોધપક્ષો પર તેજાબી ચાબખાં મારતા કહ્યું હતું કે, જે લોકો પાક.નાં બાલાકોટમાં એર સ્ટ્રાઇકનાં પુરાવા માગતા હતા તેઓ ત્રીજા ચરણનાં મતદાન પછી ગાયબ થઈ ગયા છે. લોકોએ જે રીતે ત્રણ ચરણમાં મતદાન કર્યું છે તે જોયા પછી તેમનાં હોશકોશ ઊડી ગયા છે. ૨૦ અને ૮ સીટ પર લડનારા લોકો આજકાલ પીએમ બનવાનાં સપનાં જોઈ રહ્યા છે. આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા એ લોકોને અસર કરતા નથી તેથી તે ચર્ચા કરવા જેવા મુદ્દા નથી તેવી દલીલો વિપક્ષો કરતા હોવાનો મોદીએ આક્ષેપ કર્યો હતો. મૈથીલી ખાતે તેમજ બિહારનાં દરભંગામાં મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઇકમાં પુરાવા માગતા વિપક્ષોને આડે હાથ લીધા હતા. મોદીએ લોકોને પૂછયું કે શ્રીલંકામાં આતંકી હુમલામાં ૩૫૦થી વધુ લોકોનાં મોત થયા શું આ ચર્ચાનો મુદ્દો નથી. આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા એ ચર્ચાનો વિષય નથી?

આપ કા ચોકીદાર ચોકન્ના હૈ, ના કોઈ મોડયૂલ રહેગા ના હી કોઈ મિલિટન્ટ બચેગા

ત્રીજા ચરણમાં ૩૦૩ સીટો માટે મતદાન પછી જે લોકો એર સ્ટ્રાઇકનાં પુરાવા માગતા હતા તેઓ હવે મોદીને ગાળો આપી રહ્યા છે અને EVMમાં ગરબડની વાતો કરે છે. ૪૦ વર્ષ પહેલાં લોકોનું જીવન સાદું અને સરળ હતું. હવે સ્કૂલો અને હોસ્પિટલો બાંધવા માટેનાં પૈસા બોમ્બ અને ગન ખરીદવા ખર્ચવા પડે છે. દેશમાં કંઈક થાય તો એક કલાક પણ ચેનથી નહીં ઊંઘતા સુરક્ષા જવાનો પર લોકો પસ્તાળ પાડે છે. આતંકવાદનો નાશ કરવાનું ન્યૂ ઈન્ડિયા માટે જરૂરી છે. દરભંગામાં કેટલાક વર્ષો પહેલાં ટેરર મોડયૂલ પકડાયું હતું તેને ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, આપ કા ચોકીદાર ચોકન્ના હૈ, ના કોઈ મોડયૂલ રહેગા ના હી કોઈ મિલિટન્ટ બચેગા.

આપણો દેશ મજબૂત છે, મજબૂત દેશ માટે મજબૂત સરકાર અને મજબૂત પીએમ જોઈએ

બિહારનાં દરભંગામાં મોદીએ લોકોને દેશનાં ચોકીદારને મદદ કરવા અપીલ કરી હતી. લોકોનો એક એક મત દેશમાંથી આતંકવાદનો નાશ કરવા મહત્ત્વનો છે તેમ મોદીએ કહ્યું હતું. મોદીએ કહ્યું કે આતંકનો અંત લાવવા ચોકીદારને આપના ટેકાની અને મદદની જરૂર છે. આપણો દેશ મજબૂત છે અને મજબૂત દેશ માટે મજબૂત સરકાર જોઈએ અને મજબૂત સરકાર માટે મજબૂત પીએમ જોઈએ. દેશનો ચોકીદાર પણ મજબૂત જોઈએ. ચોકીદારને તમારો ટેકો આપો. દેશમાંથી જ્યાં સુધી આતંકવાદનો ખાતમો ન થાય ત્યાં સુધી પોતે ચેનથી ઊંઘશે નહીં તેમ મોદીએ કહ્યું હતું.

મહામિલાવટીઓ આતંકને મુદ્દો ગણતા નથી  

યુવાનોને સશક્ત ભારત જોઈએ છે, એનડીએ પર ભરાંસો છે મોદીએ કહ્યું કે આ નવા ભારતની લલકાર છે. દેશનાં યુવાનોને નાત- જાત કે પંથમાં કોઈ રસ નથી. તેમને સશક્ત ભારત જોઈએ છે. તેમને એનડીએનાં ગઠબંધનમાં ભરાંસો છે. જેમને ભારત માતા કી જય અને વંદે માતરમ્ બોલવામાં વાંધો હોય તેમની ડિપોઝિટ જપ્ત થવી જોઈએ.

લાલટેનવાળાએ ગરીબોનાં ઝૂંપડામાં રોશની કરવાનું વિચાર્યું નહીં

મોદીએ બિહારનાં પૂર્વ સીએમ અને આરજેડી વડા લાલુપ્રસાદ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે, લાલટેનવાળા લોકોનાં પૈસાથી મોલ બનાવતા રહ્યા પણ તેમણે ગરીબોનાં ઝૂંપડા સુધી વીજળી પહોંચાડીને રોશની કરવાનું વિચાર્યું નહીં. આ પહેલાં કોંગ્રેસે ઘરેઘરે વીજળી પહોંચાડવાનું વચન આપ્યું હતું પણ તેણે અને તેના સાથી પક્ષોએ લોકોને દગો દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એર સ્ટ્રાઇકનાં પુરાવા માગનારા ત્રીજા ચરણનાં મતદાન પછી ગાયબ : મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/air-strikes-proofs/
via Best Gujarati News

0 Comments