વારાણસીમાં સસ્પેન્સ ખતમ મોદી સામે અજય રાય લડશે
। નવી દિલ્હી ।
ઉત્તર પ્રદેશની વારાણસીની લોકસભા સીટ આજકાલ હોટ સ્પોટ બની ગઈ છે. અહીં ભાજપનાં મજબૂત ઉમેદવાર તરીકે પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ તેમની સામે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. જો કે ગુરૂવારે આ સસ્પેન્સનો અંત આવ્યો હતો. કોંગ્રેસે પ્રિયંકાને બદલે મોદી સામે અજય રાયને ફરી ટિકિટ આપતા તમામ અટકળોનો અંત આવ્યો હતો. થોડા સમય પહેલાં પ્રિયંકા ગાંધીએ પણ વાતવાતમાં મોદી સામે લડવાનાં સંકેતો આપ્યા હતા અને કહ્યું હતું કે જો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કહેશે તો તેઓ મોદી સામે લડવા તૈયાર છે. પણ મોદી સામે ૨૦૧૪નાં ઉમેદવાર અજય રાયને ઉતારીને કોંગ્રેસે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. વારાણસીમાં ચૂંટણીનાં છેલ્લા તબક્કામાં ૧૯મી મેનાં રોજ મતદાન થવાનું છે. અહીં ભાજપનાં ઉમેદવાર તરીકે પીએમ મોદી, કોંગ્રેસનાં અજય રાય અને સપા-બસપાનાં શાલિની યાદવ વચ્ચે ત્રિકોણિય જંગ ખેલાવાનો છે.
વારાણસીમાં ત્રિપાંખિયો જંગ : આ વખતે વારાણસીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપ્યા પછી અહીં ચિત્ર સ્પષ્ટ થયું છે. મહાગઠબંધન દ્વારા અહીં કોંગ્રેસનાં પૂર્વ સાંસદ અને રાજ્યસભાનાં પૂર્વ ઉપસભાપતિ શ્યામલાલ યાદવની પૂત્રવધૂ શાલિની યાદવને ટિકિટ અપાઈ છે. આમ હવે અહીં ભાજપ, કોંગ્રેસ અને સપા-બસપાનાં ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વારાણસીમાં સસ્પેન્સ ખતમ મોદી સામે અજય રાય લડશે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/varanasi-suspension-termination/
via Best Gujarati News
0 Comments