। અજમેર ।

પીએમ મોદીની જનધન યોજના પર કટાક્ષ કરતા કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન દ્વારા ખોલાવાયેલા જનધન ખાતામા કોંગ્રેસ ન્યાયની યોજનાના પૈસા જમા કરાવશે. રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીજી ઘણા હોશિયાર છે. તેમણે મેહુલ ચોકસી, લલિત મોદી, અનિલ અંબાણીના ખાતામાં પૈસા જમા કરાવી દીધા. મોદીએ સામાન્ય જનો માટે પણ ખાતા ખોલાવી દીધા પરંતુ તેમા પૈસા નથી જમા કરાવ્યા પરંતુ કોંગ્રેસ ન્યાય યોજનાના પૈસા આ ખાતામા જમા કરાવશે. મોદી અમને કહે છે કે ન્યાયના પૈસા ક્યાંથી આવશે. હું કહું છુ કે અનિલ અંબાણી પાસેથી ૪૫,૦૦૦ કરોડ લઈ લેવામાં આવશે. મોદીએ ૧૫ અમીરો પરનું ૫,૫૫,૦૦૦ કરોડનું દેવું માફ કરી દીધું છે. ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની ન્યાય યોજનાના બે હેતુઓ છે. દેશના ગરીબોના ખાતામાં પૈસા જમા કરાવવા અને દેશના અર્થતંત્રને વેગ આપવો. પીએમ મોદીએ જીએસટી અને નોટબંધી કરીને અર્થતંત્રને બેહાલ કરી દીધું છે.

ખેડૂતો માટે અલગ બજેટ

રાહુલે એવી પણ ખાતરી આપી કે જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતો માટે અલગ બજેટ ફાળવવામાં આવશે. જનધન યોજના પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીજી, ધન્યવાદ કે તમે સામાન્ય જનો માટે ખાતા ખોલાવી દીધા પરંતુ તેમા પૈસા નથી જમા કરાવ્યા, કોંગ્રેસ ન્યાય યોજનાના પૈસા આ ખાતામા જમા કરાવશે. કોંગ્રેસે  સમજી વિચારીને ન્યાય યોજના તૈયાર કરી છે. કોંગ્રેસની સરકાર આવશે તો સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત અપાશે.

૨૨ લાખ સરકારી જગ્યાઓ ભરાશે

મોદી સરકારમાં ૨૨ લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે. હું તમને ખાતરી આપું છું કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ એક વર્ષમાં ૨૨ લાખ સરકારી જગ્યાઓ ભરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘ન્યાય’ના બે હેતુ, ગરીબોના ખાતામાં પૈસા જમા કરાવવા અને અર્થતંત્રને વેગ આપવો : રાહુલ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/justice-two-purpose-poor/
via Best Gujarati News

0 Comments