। વારાણસી ।

લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં હોટસ્પોટ બનેલી વારાણસીની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર તરીકે પીએમ મોદીએ ગુરૂવારે ૭ કિ.મી. લાંબો રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોદીનાં મેગા રોડ શોમાં હજારોની સંખ્યામાં અભૂતપૂર્વ માનવમહેરામણ ઊમટયું હતું. મોદીએ બનારસ યુનિવર્સિટીનાં સ્થાપક પંડિત મદનમોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે મોદીએ બોલાવેલા ”મા ગંગાને બુલાયા હૈ… હર હર મહાદેવ…. જયશ્રી રામ”નાં નાદ સાથે વારાણસીની ગલીઓ ગુંજી ઊઠી હતી. ભોળાનાથની નગરીમાં જ્યાં જુઓ ત્યાં લોકોનાં હોઠ પર એક જ નામ નમો…. નમો…. અને હર હર મોદી…ઘર ઘર મોદી…..ગુંજતું હતું. બનારસ હિંદુ યુનિ.નાં ગેટથી દશાશ્વમેઘ ઘાટનાં મેગા રોડ શોનાં રૂટ પર જ્યાં જુઓ ત્યાં કેસરિયો લહેરાયો હતો. મોદીને નિહાળવા અને ટેકો આપવા વારાણસીમાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઊમટયું હતું. પોતાનાં લોકપ્રિય ઉમેદવારને આવકારવા હજારો લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળતો હતો અને થનગનાટ સાથે મોદીને લોકોએ આવકાર્યા હતા. વારાણસીને ભાજપનાં ઉત્સાહી કાર્યકરો અને રહીશો દ્વારા નવીનવેલી દુલ્હનની જેમ શણગારાયું હતું. વારાણસીની ગલીઓમાં અને ચોરેચૌટે ભાજપનો કેસરિયો અને ધજાપતાકા લહેરાવાઈ હતી. મોદીનું હજારો કાર્યકરો દ્વારા ૧૦૧ સ્થળે ફૂલહારથી સ્વાગત કરાયું હતું.

ભાજપ શાસિત ૬ રાજ્યોનાં સીએમ સહિત વીવીઆઈપીઓએ આ મેગા રોડ શોમાં હાજરી આપી હતી. રોડ શોમાં કોઈ કાંકરીચાળો ન કરે તે માટે સુરક્ષાદળનાં જવાનો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોદીએ રોડ શોના સમાપન વખતે દશાશ્વમેઘ ઘાટ ખાતે સાંજે ગંગાઆરતી કરી હતી. મોદી શુક્રવારે શુભ મુહૂર્તમાં વારાણસીથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે.

વડા પ્રધાન મોદી આજે ઉમેદવારી નોંધાવશે

પીએમ મોદી આજે વારાણસીથી બીજી ટર્મ માટે ફરી ઉમેદવારી પત્ર ભરશે. તેમની સાથે યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ અને પીયૂષ ગોયલ તેમજ જે પી નડ્ડા અને કોંગ્રેસનાં નેતાઓ હાજર રહેશે. મોદી સવારે કાળ ભૈરવ અને કાશી વિશ્વનાથ મહાદેવનાં દર્શન પણ કરશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગુરૂવારે રાત્રે હોટેલમાં વારાણસી તેમજ દેશભરમાંથી હાજર રહેલા કેટલાક બુદ્ધિજીવીઓ સાથે વાતચીત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હર હર મોદીના સૂત્રોચ્ચાર વચ્ચે સમગ્ર કાશી ભગવામય appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/har-har-modis-slogan/
via Best Gujarati News

0 Comments