આજે પણ મોદીમય રહેશે કાશી, ઉમેદવારી પત્ર દરમિયાન આ નજારો હશે કંઈક ‘ખાસ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર કાશી એટલે કે વારાણસીના પ્રવાસે છેવ. ગઈ કાલે તેમને ભવ્ય રોડ શો કર્યો હતો. બીએચયૂથી નિકળેલા આ રોડ શોમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી. બનારસ આખુ જાણી મોદીમય બની ગયું હતું. રોડ શો દરમિયાન હરહર મોદી, ઘર ઘર મોદીના ગગનભેદી નારાઓ પણ લાગ્યા. રસ્તાની બંન્ને બાજુ તો લોકો હતા જ હતાં પણ ઘરની છતો પરથી પણ લોકો મોદી પર પુષ્પ વર્ષા કરી રહ્યાં હતાં. તેમનો રોડ શો મુસ્લિમ વિસ્તારમાંથી પણ પસાર થયો હતો. મોદીએ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાને લોકોને સંબોધિત પણ કર્યા હતાં.
હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી બેઠક માટે ઉમેદવારીપત્ર ભરશે. શુક્રવારે 11.30 કલાકે પીએમ મોદી પોતાની ઉમેદવારી નોંધાવશે. આ અવસરે જેડીયુ અધ્યક્ષ તથા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહે તેવી શક્યતા છે. શિરોમણી અકાળી દળના નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાન પણ હાજર રહેશે.
વડાપ્રધાન મોદી આજે સવારે 9.30 કલાકે બૂથ પ્રમુખો અને કાર્યકરોને સંબોધશે તથા ત્યારબાદ 11 કલાકે કાલ ભૈરવને પુષ્પ અર્પણ કરશે. આજે પીએમ મોદી ઉમેદવારી પત્ર સોંપશે તે અવસરે અન્નામુદ્રક, અપના દળ તથા ઉત્તર પૂર્વ લોકતાંત્રિક ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે.
આ નેતાઓ રહેશે હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરશે ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, આસામના સીએમ સર્વાનંદ સોનેવાલ, એલજેપી ચીફ રામવિલાસ પાસવાન, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, હેમા માલિની, જયા પ્રદા, મનોજ તિવારી, રવિ કિશન, દિનેશલાલ યાદવ નિરહુઆ.
પીએમ મોદીએ 2014માં લોકસભાની બે બેઠકો વારાણસી અને વડોદરાથી ઉમેદવારી નોંધાવી હતી અને બંને બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. જો કે ત્યારબાદ તેમણે વડોદરા બેઠક છોડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજે પણ મોદીમય રહેશે કાશી, ઉમેદવારી પત્ર દરમિયાન આ નજારો હશે કંઈક ‘ખાસ’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-will-file-nomination-today-in-vranasi/
via Best Gujarati News
0 Comments