PM મોદી સામે વારાણસીથી પ્રિયંકાને મેદાને ઉતારવાને લઈને ડરી ગઈ કોંગ્રેસ!
તમામ અટકળો અને સસ્પેન્સ બાદ આખરે વારાણસીને લઈને કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીંથી કોંગેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા લડે તેવી ચર્ચા હતી. ખુદ પ્રિયંકા પણ અનેકવાર અહીંથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. પરંતુ કોંગ્રેસે અચાનક અજય રાયને અહીંથી મેદાનમાં ઉતારતા પ્રિયંકા ગાંધીના નામ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આમ કરવા પાછળનું કારણ કોંગ્રેસનો ડર છે.
પ્રિયંકાએ વારાણસીથી ચૂંટણી લડવાનો નિર્ણય પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ઢોળી દીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી મોદી સામે મુકાબલો કરવા તૈયાર હતા, પણ રાહુલ ગાંધી નહોતા ઈચ્છતા કે પ્રિયંકાનો પહેલી જ ચૂંટણીમાં પરાજય થાય. પાર્ટીને લાગે છે કે, પહેલી જ ચૂંટણીમાં મોદી જેવા કદ્દાવર નેતાનો સામનો કરવો કોઈ આસાન વાત નથી. આ નિર્ણય પાછળનો તર્ક હતો કે મોદી અનુભવથી લઈને દરેક મામલે પ્રિયંકા અને કોંગ્રેસ કરતા મજબુત છે. જો પ્રિયંકા અહીંથી હારે તો તેમની રાજકીય કારકિર્દીનો શરૂ થતાની સાથે જ અંત આવી જાય.
બીજી બાજુ પાર્ટીની અંદરના સૂત્રોનું કહેવું છે, પ્રિયંકાનો વારાણસીથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ હંમેશા પરિવારની વચ્ચે જ રહ્યો. ક્યારેય કોઈ પણ સ્તરે પાર્ટી વચ્ચે આવ્યો જ નથી. એક મહત્વપૂર્ણ સૂત્રના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીથી લઈને ચૂંટણી સમિતિ સુધી કોઈ પણ સ્તરે પ્રિયંકાનું નામ સામે આવ્યું જ નહોતું. હંમેશા વારાણસી બેઠક પર મોદી સામે અજય રાયનું નામ જ આગળ વધારવામાં આવ્યું. પ્રિયંકાને હવે અમેઠીથી પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.
એવું પણ કહેવાય છે કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ગઠબંધનને કોઈ નુંકશાન પહોંચાડવા માંગતી નથી, માટે તેણે પ્રિયંકાને મેદાનમાં ઉતારવાથી બચવાનો નિર્ણય લીધો. કહેવાય છે કે, કોંગેસ સહિત ગઠબંધનનું અનુંમાન હતું કે, જો પ્રિયંકા વારાણસીથી મેદાનમાં ઉતરે તો માત્ર બનારસ જ નહીં, પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશ સહિત લખનૌ સુધીની બેઠકો પર તેની અસર જોવા મળત. લોકો કોંગ્રેસ સાથે આવત તો તેનું નુંકશાન ભાજપના બદલે ગઠબંધનને થાત. ભાજપને રોકવા માટે કોંગ્રેસે આ દિશામાં પણ ગણતરી માંડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદી સામે વારાણસીથી પ્રિયંકાને મેદાને ઉતારવાને લઈને ડરી ગઈ કોંગ્રેસ! appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rahul-gandhi-does-not-want-taht-sister-priyanka-face-defeat-in-varanasi/
via Best Gujarati News
0 Comments