IAFએ બાલાકોટ મામલે સૌપ્રથમવાર કર્યો ખુલાસો : ક્યાં, કેટલા અને કેવી રીતે તોડી પડાયા ટાર્ગેટ
26મી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતીય એરફોર્સના હુમલાના ઓપરેશનમાંથી શીખવા જેવી બાબતો પરના ભારતીય હવાઈદળના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના અને એરફોર્સ હાઇએલર્ટ પર હોવા છતાં ભારતીય જાંબાઝ પાયલટોએ નક્કી કરાયેલા 6 પૈકીના પાંચ લક્ષ્યાંક પર સચોટ પ્રહાર કર્યો હતો. પહેલીવાર એરફોર્સ દ્વારા બાલાકોટમાં કેટલાં લક્ષ્યાંક હતાં તે અંગે માન્યતા અપાઈ છે. આ પ્રકારના રિપોર્ટનો ઉપયોગ ભવિષ્યના ઓપરેશનોના આયોજન માટે થતો હોય છે. એરફોર્સના બાલાકોટ ખાતેના હુમલા અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી. પહેલીવાર એરફોર્સે આ રિપોર્ટ દ્વારા ઓપરેશનની અસરકારતાની ચર્ચા કરી છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ઓપરેશનના કેટલાંક હકારાત્મક તો કેટલાંક નકારાત્મક પાસા રહ્યાં હતા. ભારતીય એરફોર્સનું આ મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. નામ નહીં આપવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય એરફોર્સની વ્યૂહરચના એટલી ચોક્કસ હતી કે, મિરાજ 2000 વિમાનોએ બાલાકોટ ખાતે હુમલો કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે પાકિસ્તાની એરફોર્સના ઓછામાં ઓછા આઠ એરબેઝ સફાળા જાગ્યા હતા અને મુશાફ, રફિકી, મિનહાસ અને મરિદ ખાતેથી ભારતીય વિમાનોને આતરવા ઉડાન ભરવા લાગ્યા હતાં પરંતુ ભારતીય વિમાનો અને પાકિસ્તાની વિમાનો વચ્ચે 10 મિનિટનું અંતર હતું. પુલવામામાં આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાનને ખાતરી હતી કે ભારતીય સેનાનો કોઈ જવાબ આવશે જ પરંતુ તેમણે એવી કલ્પના કરી નહોતી કે ભારત હવાઈમાર્ગે હુમલો કરશે.
એર સ્ટ્રાઇકની હકારાત્મક બાબતો
1. ગુપ્તચર માહિતી અને લક્ષ્યાંકોની પસંદગી ચોક્કસ હતી, આ પ્રકારની ગુપ્તચર માહિતી દ્વારા પાકિસ્તાનમાં કોઈપણ સ્થળે ૩ કલાકમાં હુમલો થઈ શકે
2. ભારતીય પાઇલટની કુશળતા ટોપ ક્લાસ રહી, મિશનમાં જોડાનારા તમામ પાઇલટને પુરસ્કૃત કરાશે
3. સમગ્ર ઓપરેશનમાં ભારતીય એરફોર્સના 6,000 કર્મચારી જોડાયાં છતાં માહિતી લીક થઈ નહોતી
4. સુખોઈ-૩0 વિમાનોએ બહાવલપુર તરફ રૂખ કરીને પાકિસ્તાની સેનાની એનર્જી ડાયવર્ટ કરી નાખી હતી
5. બાલાકોટના ટ્રેનિંગ કેમ્પમાં 6માંથી પાંચ લક્ષ્યાંક વીંધવામાં સફળતા મળી
એર સ્ટ્રાઇકના નકારાત્મક પાસા
1. વાદળો અને હવામાન ફાઇટર વિમાનોના કાફલા માટે મુશ્કેલી સર્જી શકે છે
2. યુદ્ધવિમાનોમાં સાથે લઈ જવાયેલા તમામ શસ્ત્રોનો ઉપયોગ ન થયો તેથી લક્ષ્યાંક પ્રમાણે શસ્ત્રો નહોતા
3. મિરાજ વિમાનમાં નવી શસ્ત્ર પ્રણાલી માટે બદલાયેલું સોફ્ટવેર બરાબર કામ કરતું નહોતું.
4. એરફોર્સ પાસે હુમલાના પુરાવા તરીકે રજૂ કરાય તેવી તસવીરો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IAFએ બાલાકોટ મામલે સૌપ્રથમવાર કર્યો ખુલાસો : ક્યાં, કેટલા અને કેવી રીતે તોડી પડાયા ટાર્ગેટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/five-of-six-designated-targets-were-hit-in-balakot-airstrike-iaf/
via Best Gujarati News
0 Comments