ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં ટેક્સની રકમ ભરપાઈ કરે તો જ રિટર્ન અપલોડ કરવાની અણઘડ અને અવ્યવહારુ જોગવાઈને કારણે કરદાતાઓ પરેશાન થઈ રહ્યા છે. સીજીએસટી અને સ્ટેટ જીએસટીમાં કરદાતા ભરવાપાત્ર ટેક્સની રકમ ભરે પછી જ જીએસટીઆર-૩ બી અપલોડ થાય છે.

તાજેતરમાં એક કરદાતાએ આ જોગવાઈને પડકારતાં ગુજરાત હાઈકોર્ટે મેન્યુઅલી રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપતાં કરદાતાને રાહત થઈ છે. આ કેસમાં ઈન્ટરીમ ઓર્ડર આપ્યો છે અને વધુ સુનાવણી તા. ૧૩ જૂન, ૨૦૧૯ના રોજ થશે અને તેને આધીન રહેશે.

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં કેટલીક અવ્યવહારુ જોગવાઈને કારણે કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને આ અંગે રજુઆતો કરવા છતાં તેનો ઉકેલ ન આવતાં કરદાતાઓને કોર્ટનો આશરો લેવો પડે છે.

જીએસટીમાં ટેક્સ ભરપાઈ થાય તો જ જીએસટીઆર -૩ બી રિટર્ન અપલોડ થાય છે. જો વેપારીના પેમેન્ટ અટવાયા હોય કે અન્ય કારણસર બેલેન્સ ન હોય તો પણ ટેક્સ ભરવો જ પડે છે.

આ પ્રકારની અણઘડ અને અવ્યવહારુ સિસ્ટમને કારણે કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ઓક્ટેગોન કોમ્યુનીકેશન પ્રા. લિ.ના કેસમાં હાઈકોર્ટે કરદાતાને મેન્યુઅલી ચલણ ફાઈલ કરવા દેવાની છૂટ આપતો વચગાળાનો ઓર્ડર કર્યો છે.

જીએસટીઆર-૩ બી ફોર્મ ફાઈલ કરવા માટે ટેક્સ ભરવો પડે તેવી પૂર્વ શરત નથી. કાયદામાં આવી જોગવાઈ ન હોવાથી ટેક્સ ભર્યા વિના રિટર્ન ફાઈલ ન કરવા દેવા તે કાનૂની જોગવાઈથી વિપરીત છે. આ કિસ્સામાં નવેમ્બર, ૨૦૧૭થી આ મેન્યુઅલ રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપતો ઈન્ટરીમ ઓર્ડર કર્યો છે અને આ કેસની વધુ સુનાવણી તા. ૧૩ જૂન, ૨૦૧૯ના રોજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post GSTમાં ટેક્સ ભરે તો જ રિટર્ન અપલોડની અવ્યવહાર જોગવાઈ: કરદાતાઓ પરેશાન appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/gst-tax-filing-details-only-if-the-tax-returns-taxpayers-harass/
via Best Gujarati News

0 Comments