હોંગ કોંગને વિશ્વનું સૌથી મોંઘુ શહેર બનાવવા પાછાળ આ મહિલાઓ જવાબદાર
વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં સમાવિષ્ટ હોંગકોંગ, અમેરિકાના ન્યુ યોર્ક, બ્રિટનના લંડન, કેનેડાના વેનકુંવર અને સિંગાપોરમાં ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ છે પણ 1986થી 2006 સુધીના બે દાયકામાં હોંગકોંગમાં ઘર ખરીદનારી મહિલાઓની સંખ્યામાં જે રીતે વધારો દેખાયો છે એના પરથી એ કહી શકાય એમ છે કે હોંગકોંગને મહિલાઓ અને ખાસ કરીને સિંગલ મહિલાઓએ ઘરો મોંઘા કરી દીધા છે.
આજે હોંગકોંગના લગભગ 34 ટકા વિસ્તારમાં સિંગલ વુમન ઘરની માલિક છે. આ ટ્રેન્ડ વિશ્વના બીજા શહેરોમાં પણ જોવા મળ્યો છે. આજની મહિલાઓનો લગ્ન પ્રતિ બદલાયેલો અભિગમ અને સારી નોકરીના કારણે સામાજિક સ્ટેટસમાં થયેલા સુધારાના કારણે તેની સૌથી વધારે અસર રિઅલ એસ્ટેટ સેક્ટરને થઈ છે. મહિલાઓ હવે વહેલાં પરણવાના બદલે સારી નોકરી મેળવવાના અને એમાં ટોચની પોઝીશન સુધી પહોંચવા માટે માટે સંઘર્ષ કરે છે અને એની અસર વિશ્વસ્તરે જોવા મળી રહી છે.
વુમનપાવરનો પરચો
એક એજન્સીએ 1986થી 2006 સુધીમાં હોંગકોંગમાં જે બદલાવ જોવા મળ્યો છે એની માહિતી એકઠી કરી હતી અને એના પર ચાર વર્ષ સુધી સંશોધન કર્યું હતું ત્યારે જે આંકડા મળ્યા છે એના પરથી કહી શકાય છે કે હોંગકોંગમાં વુમનપાવરનો પરચો જોવા મળે છે. સાઉથ ઇસ્ટ એશિયા (ચીન બાકાત) માં ૧૯૫૦થી ૧૯૯૦ના સમયગાળામાં સિંગલ વુમન નોકરિયાતોની સંખ્યા ૨.૨ કરોડથી વધીને ૮.૨ કરોડ સુધી પહોંચી હતી. ચીનમાં સાંસ્કૃતિક ધોરણો અલગ છે અને ત્યાં જો કોઈ મહિલા ૨૭ વર્ષ સુધી લગ્ન ન કરે તો તેના પ્રતિ માનની નજરે જોવામાં આવતું નથી. તેને સ્થાનિક ભાષામાં શેન્ગ નુ એટલે કે લગ્ન કર્યા વિના રહી ગયેલી મહિલા કહેવામાં આવે છે.
સારા પગારની નોકરીઓ
જોકે હોંગકોંગમાં અપરણિત મહિલાઓને માનની નજરે જોવામાં આવે છે અને તેમને સ્થાનિક ભાષામાં ઝીંગ નુ એટલે કે બ્લુમિંગ વુમન કહેવામાં આવે છે. અગાઉ મહિલાઓ પરંપરાગત રીતે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામ કરતી જોવા મળતી હતી પણ 1986માં આ સંખ્યા જે 1,77,917 હતી તે અડધોઅડધ ઘટીને 2006માં 73,870 થઈ હતી. જોકે 1986માં ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ, રિઅલ એસ્ટેટ અને કોર્પોરેટ હાઉસિસમાં કામ કરતી મહિલાઓની સંખ્યા 49,276 હતી જે 2006માં ત્રણ ગણી વધીને 1,50,237 થઈ હતી.
નાણાકીય પરિસ્થિતિ સુધરી
જેમ જેમ મહિલાઓ સારા પગારની અને સારા ઇન્સેન્ટિવ અપાવી શકે એવી નોકરીઓ કરવા લાગી એટલે તેમની પુરૂષો પર નિર્ભર રહેવાની સ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો. એના કારણે મહિલાઓ લગ્નના બંધનમાં રહેવાનું મુનાસિબ માનવા લાગી નહીં અને તેથી હોંગકોંગમાં સિંગલ વુમનની સંખ્યામાં જોરદાર વધારો થવા માંડયો. વળી સ્થાનિક સ્તરે પણ તેમને માનની નજરે જોવામાં આવતી હોવાથી આવી સિંગલ વુમનો સારા સારા પદ પર છવાઈ જવા લાગી. જોકે સિંગલ મેનની બાબતે આવા ક્રાંતિકારી ફેરફાર જોવા મળ્યા નથી. સિંગલ વુમનની સંખ્યામાં બે દાયકામાં 53.2 ટકાનો વધારો થયો છે ત્યારે સિંગલ મેનની સંખ્યામાં આ સમયગાળામાં માત્ર 15.2 ટકાનો વધારો જોવા મળ્યો છે.
જેન્ટ્રીફિકેશનથી બદલાઈ સિકલ
વિશ્વના મોટા ભાગના શહેરોમાં એવા વિસ્તારો જોવા મળે છે કે જ્યાં કામદાર અને મજૂર વર્ગની વસતી હોય. આ લોકો ઓછી સુવિધાવાળા ઘરોમાં રહીને પણ શહેરી જીવનનો આનંદ લેતા હોય છે. આ વિસ્તારોમાં ક્રાઇમનો રેટ પણ ઘણીવાર વધારે હોય છે અને એક નાની રૂમમાં પણ પાંચ કે તેથી વધારે લોકો રહેતા હોય છે. આ વિસ્તારો પરંપરાગતરીતે મિડલ ક્લાસ લોકોના હોય છે. જોકે સારી નોકરી ધરાવતા અને નાણાની છૂટ ધરાવતા લોકો અથવા નવશ્રીમંતો આવા વિસ્તારમાં જ્યારે ઘર ખરીદવા લાગે છે ત્યારે ધીમે ધીમે એ વિસ્તારની સિકલ બદલાવા લાગે છે. આ નવા લોકો તેમના હિસાબે ઘરોને સજાવે છે અને ધીમે ધીમે એ વિસ્તારની રોનક બદલાય છે. પછી એવું થાય છે કે આ વિસ્તાર ગરીબ અને મજદૂર કક્ષાના લોકોને રહેવા માટે પરવડી શકે તેમ હોતો નથી. આ પ્રકારે જેન્ટ્રીફિકેશન વિશ્વ સ્તરે થઈ રહ્યું છે. સિંગલ વુમનો આ જેન્ટ્રીફિકેશનને આગળ ધપાવી રહી છે. 1986માં હોંગકોંગમાં ઘરની માલિકી ધરાવતી હોય એવી સિંગલ વુમનોની સંખ્યા 25.8 ટકા હતી જે 2006માં વધીને 47.1 ટકા સુધી પહોંચી છે.
90,000પરિવારો જીવે છે ખરાબ કંડીશનમાં
જેન્ટ્રીફિકેશનના કારણે હોંગકોંગની સિકલ તો બદલાઈ રહી હોવા છતાં 90,000 પરિવારો એવા છે જે ખરાબ કંડીશન ધરાવતા ઘરોમાં રહેવા માટે મજબૂર છે. તેમની આવકમાં વધારો થયો નથી અને તેમને શહેરમાં જે બદલાવ આવી રહ્યો છે એના મુજબ જીવનનો સ્તર તેઓ અપનાવી શકે એમ નથી. માત્ર આ સ્થિતિ એકલા હોંગકોંગમાં નથી. અમેરિકાના સેન ફ્ર્રાન્સિસ્કોની વાત કરીએ તો ત્યાં માત્ર 12 ટકા લોકો જ એવા છે જે 15 લાખ ડોલરમાં મળતું ઘર ખરીદી શકે એમ છે.
હવે શું?
અમેરિકામાં એક સ્ટડી કહે છે કે જે લોકો આજે યંગ છે અને મેરેજ કરવાની ઉંમરના છે તેઓ જ્યારે 40 કે 50 વર્ષના થશે ત્યારે તેમાંના ૨૫ ટકા લોકો અપરણિત હશે. કેટલાક દાયકા પહેલાં આ ટકાવારી માત્ર 10 ટકા હતી. 1970ની સરખામણીમાં આઇસલેન્ડમાં સિંગલ મધરને જન્મેલાં બાળકોની સંખ્યામાં 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે એનો અર્થ એ નથી કે જેન્ટ્રીફિકેશન માટે મહિલાઓને દોષિત ઠરાવવી. વિશ્વભરમાં જ્યાં સિંગલ વુમન સફળતાની સીડીઓ સર કરી રહી છે તેઓ અભિનંદનને પાત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હોંગ કોંગને વિશ્વનું સૌથી મોંઘુ શહેર બનાવવા પાછાળ આ મહિલાઓ જવાબદાર appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/how-single-women-helped-make-hong-kong-the-worlds-unaffordable-city/
via Best Gujarati News
0 Comments