રામ રાખે એને કોણ ચાખે…! સુરતમાં આ કહેવતે સાબિત કર્યું કે ‘દુનિયામાં ભગવાનની હાજરી છે’
ગુજરાતીમાં એક કહેવત છે, રામ રાખે એને કોણ ચાખે….! આ કહેવત સુરતના આ કિસ્સામાં સાચી ઠરતી દેખાઇ રહી છે. આજે સુરતમાં એક 12મા માળેથી એક બાળકી પટકાઇ હતી, જેનો ચમત્કારીક આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં બાળકીને હાથ-પગ અને કરોડરજ્જૂમાં 18 ફેક્ચર થયા છે. અત્યારે બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતમાં સારોલીના પૂણા કુંભારિયા રોડ પર આવેલાં નેચરવેલી એપાર્ટમેન્ટના 12મા માળેથી (120 ફૂટ) ઉંચાઈએથી 13 વર્ષની હેતલ નામની બાળકીનો કપડાં સુકવતી વખતે પગ લપસતાં નીચે પટકાઈ હતી. જોકે તેનો સદ્દનસીબે ચમત્કારિક બચાવ થયો હતો. આ બાળકીને નીચે પટકાવવાના કારણે હાથ-પગ, માથું અને કરોડરજ્જુ સહિતની જગ્યાઓ પર 18 જેટલાં ફ્રેક્ચર થયાં હતાં.
આ ઘટના બાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને બચાવવા અનેક સર્જરીઓ કરી હતી. હાલ તે એકદમ સ્વસ્થ છે. તમને જણાવી દઇએ કે, આ ઘટના 13 એપ્રિલના રોજ બની હતી. હાલ ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે.
આ ઘટનામાં બાળકીના 18 ફ્રેકચરની વાત કરીએ તો, તેના હાથનું હાડકું બે જગ્યાએથી તૂટી ગયું હતું. બીજા હાથમાં પણ માઈનોર ઇજા અને ફ્રેક્ચર હતું. છાતીનું હાડકું પણ તૂટી ગયું હતું. ફેફસાંમાં પાણી અને લોહી જામી રહ્યું હતું.કરોડરજ્જુના હાડકાં સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયાં હતું. થાપા પર બહાર અને આંતરીક ઘણી ઇજાઓ થઈ હતું. કમરનો હિસ્સે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. બંને પગમાં ત્રણથી ચાર માઈનોર ફ્રેક્ચર સાથે ઘણી ઇજાઓ થઈ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રામ રાખે એને કોણ ચાખે…! સુરતમાં આ કહેવતે સાબિત કર્યું કે ‘દુનિયામાં ભગવાનની હાજરી છે’ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/13-year-old-girl-falling-from-12th-floor-in-surat/
via Best Gujarati News

0 Comments