હવે મશીન પૈસા નહીં ગણે, અંદર બેઠેલો કર્મચારી હાથ બહાર કાઢીને પૈસા આપશે
એ.ટી.એમ. સાથે ટેમ્પરિંગ કરીને પૈસા કાઢી લેવાના કીમિયાને નાથવા અને લોકોના નાણાંને સલામત રાખવા માટે RBI નવતર અભિગમ અપનાવ્યો છે. રિસર્ચ કમિટીના અભ્યાસમાં એવું તારણ નીકળ્યુ છે કે, સાયબર ભેજાબજો દ્વારા ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે અથવા તો કીમિયાગરો ડેબીટ કાર્ડ નાંખીને પ્રોસિજર પૂરી કરે છે અને જે ક્ષણે ચલણી નોટો બહાર નીકળતી હોય છે ત્યારે ઈલેક્ટ્રિક સપ્લાયની મેઇન સ્વિચ બંધ કરીને મશીનમાથી ચલણી નોટો ખેંચી લે છે અને પૈસા નીકળતાં નથી તેવી કમ્પલેઈન કરીને એકાઉન્ટમાં પૈસા પુનઃ ક્રેડિટ કરાવી લે છે. પરંતુ હવે આવું કશું પણ નહીં થાય કારણ કે RBIએ એ.ટી.એમ.ને બહારથી એઝ ઈટઈઝ રાખીને અંદરથી સિસ્ટમ ચેન્જ કરી છે.
અત્યાર સુધી મશીન પૈસા ગણીને ચલણી નોટોને બહાર મૂકતું હતું. હવે એક કર્મચારી એ.ટી.એમ.ની અંદર બેસશે અને પૈસા ગણીને હાથ લાંબો કરીને પૈસા ખાતેદારને આપશે. ગઈકાલ સુધી ખાતેદાર તેમનું ડેબિટ કાર્ડ મશીનમાં નાંખતા હતા પરંતુ હવેથી ખાતેદારે એ.ટી.એમ.માં કાર્ડ નાખવાની જગ્યાએ મો લઇ જવું પડશે પોતાનું આખું નામ કહેવું પડશે અને કેટલા પૈસા ઉપાડવા છે તે ફિગર મોટેથી બોલવી પડશે. પછી .ડેબિટ કાર્ડ અંદર આપવુ પડશે કર્મચારી એન્ટ્રી કરીને જરુરીયાત મુજબના પૈસા ખાતેદારને આપશે. રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા ગુજરાતમાં તેમના ૧,૦૦,૦૦૦ એટીએમમાં તા. ૧લી એપ્રિલથી આ સુવિધા ચાલુ કરશે. કો.ઓપરેટિવ બેન્કો થોડાક સમય પછી અમલ ચાલુ કરશે. એ.ટી.એમ. સુવિધા ૨૪ કલાક ચાલુ રાખવા માટે ત્રણ શિફટમાં કર્મચારીઓ કામ કરશે.
(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હવે મશીન પૈસા નહીં ગણે, અંદર બેઠેલો કર્મચારી હાથ બહાર કાઢીને પૈસા આપશે appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/the-machine-now-counts-no-money-embracing-the-give-the-money-out-of-the-hands-of-the-employee/
via Best Gujarati News
0 Comments