નાણાંકીય વર્ષની શરૂઆત સારી રહી છે. કારણ કે શેરબજારમાં આજે ખુલતાની સાથે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સેન્સેક્સ 271.81 અંક એટલે કે 0.70 ટકા વધીને 38,944.72 પર અને નિફ્ટી 68.75 અંક એટલે કે 0.59 ટકા વધીને 11,692.65 પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે માર્ચ એક્સપાયરી અને સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બાજરમાં સ્થિર કારોબાર જોવા મળ્યો હતો. જોકે માર્કેટની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી.

પરંતુ દિવસ દરમિયાન ઉપલા મથાળેથી થતી વેચવાલી અને બેંકિંગ શેરોમાં નફાખોરી થતા સૂચકાંક સેન્સેકસ અને નિફ્ટી પર દબાણ જોવા મળ્યું હતું. જોકે અંતિમ ટ્રેડિંગ સમયમાં સેન્સેકસ 127.19 અંક ઉછળીને 38,672 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 53 પોઈન્ટના વધારા સાથે 11,623 નજીક સેટલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શેરબજારમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ 38,944 અને નિફ્ટી 11,692 પર ટ્રેડ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/today-sensex-by-38944-nifty-11692/
via Best Gujarati News

0 Comments