Whatsapp ચેટનો ઉપયોગ હજુ પણ દેશમાં બાળકોના જાતીય સતામણીના વીડિયોને શેર કરવા માટે થાય છે. જોકે, ફેસબુકના પ્રોપરાઇટરી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સઅપે દાવો કર્યો છે કે તે આવી સામગ્રી પર ‘કોઈપણ પ્રકારની સામગ્રીને સહન ન કરતી’ ની નીતિ પર ચાલે છે. સાયબર સુરક્ષાથી સંબંધિત સાઇબર પીસ ફાઉન્ડેશન (સી.પી.એફ.) દ્વારા માર્ચમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી કરવામાં આવેલ તપાસમાં આવી સામગ્રીથી ભરેલા 12 જેટલા ગ્રુપ મળી આવ્યાં છે.

આ ગ્રુપની ઓળખ એક વોટ્સએપ પબ્લિક ગ્રુપ ડિસ્કવરી એપ્લિકેશન દ્વારા કરવામાં આવી છે. ડિસેમ્બરમાં ગૂગલ પ્લેસ્ટોર દ્વારા આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ગૂગલ પર સર્ચ કર્યા પછી તે હજી પણ સરળતાથી શોધી શકાય છે. સાયબર પીસ ફાઉન્ડેશનમાં તાલીમ અને નીતિનો હવાલો સંભાળનારા નીતિશ ચંદને જણાવ્યું હતું કે, દલાલો હવે ઓનલાઇન આવી ગયા છે. ઘણા એવા ગ્રુપ છે જે નાણાંની જગ્યાએ બાળકો અને પુખ્ત વયના લોકો સાથે શારીરિક સંપર્કને પ્રોત્સાહન આપે છે.

બાળકોને કોઇપણ રીતની ગેરકાનૂની પ્રવૃત્તિમાં દર્શાવવાથી જોડાયેલ મટીરિયલના પ્રકાશન અથવા ટ્રાન્સમિશન પર ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000ની કલમ 67 B હેઠળ પ્રતિબંધ છે. આ સાથે સંકળાયેલ વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું છે કે વોટ્સએપ યૂઝર્સની સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખે છે અને અમે બાળકોની જાતીય સતામણીને સહન કરતા નથી.

અમે આ રિપોર્ટ જોયો છે અને ખાતરી કરી છે કે આવા એકાઉન્ટ્સ અમારા પ્લેટફોર્મથી પ્રતિબંધિત છે. Whats appની વેબસાઇટ પર એવું નોંધાયું છે કે છેલ્લા ત્રણ મહિનામાં તેણે લગભગ 250,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જે બાળકોની અનુચિત પ્રવૃત્તિ બતાવવાની શક્યતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચાઇલ્ડ પોર્ન વીડિયો પર લગામ કસવામાં વોટ્સએપ વામણું! appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/whatsapp-unable-to-stop-childs-illegal-video-on-their-platform/
via Best Gujarati News

0 Comments