કર્ણાટક ચૂંટણી પંચના એમ્બેસેડર રાહુલ દ્રવિડ આ વખતે નહીં કરી શકે વોટિંગ, આ છે કારણ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડ કર્ણાટક ચૂંટણી પંચના એમ્બેસેડર છે. જ્યારે 2019 લોકસભા ચૂંટણી માટે કર્ણાટકમાં 18મી એપ્રિલને વોટિંગ થવાની છે. પરંતુ હેરાન કરવા વાળી વાત એ છે કે ખુદ રાહુલ દ્રવિડ આ વખતે મતદાન નહીં કરી શકે. રાહુલનું નામ વોટિંગ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યું હતું અને ફરી એડ કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે એમ્બેસેડર રહેતા કર્ણાટકની સડકો પર રાહુલના પોસ્ટર દેખાશે. આ પોસ્ટર્સના માધ્યમથી રાહુલ દ્રવિડ સામાન્ય લોકોને અપીલ કરશે કે લોકતંત્રની જીત માટે વધુ સંખ્યામાં મતદાન કરો. પરંતુ આ વર્ષે ચૂંટણીમાં રાહુલ પોતે જ મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ દ્રવિડ અને તેમના પત્ની વિજેતા હવે ઇન્દિરાનગરથી આરએમવી એક્સટેન્શનના અશ્વથનગરમાં શિફ્ટ થયા છે. શિફ્ટ થયા બાદ તેમને ઇન્દિરાનગરની વોટિંગ લિસ્ટમાંથી પોતાનું નામ હટાવવા માટે અરજી કરી હતી. લિસ્ટમાં તેમનું નામ તો હટી ગયું પરંતુ નવી જગ્યાની વોટિંગ લિસ્ટમાં નામ સામેલ કરવા માટે રાહુલ દ્રવિડે ફોર્મ ભર્યું નથી.
સૂત્રો મુજબ ડોમ્લૂર સબ ડિવીઝનના સહાયક ચૂંટણી રીટર્નિંગ ઓફિસર બાસાવરાજૂ માગીએ આ વાતની પુષ્ટિ કરી છે કે રાહુલ દ્રવિડના ભાઈ વિજયે રાહુલ અને તેમની પત્નીનું નામ વોટિંગ લિસ્ટમાંથી હટાવવા માટે ફોર્મ જમા કરાવ્યું હતું. તેમને કહ્યું કે,‘નામ હટાવ્યા બાદ રાહુલ દ્રવિડે નામ ફરી સામેલ કરવા માટે ફોર્મ 6 ભર્યુ નથી. જો તેમને ફોર્મ 6 ભર્યુ હોત તો તેમનું નામ મતદાર યાદીમાં હોત.’
જોકે આ વિશે જાણ થતા રાહુલ દ્રવિડે માગી સાથે વાતચીત કરી અને નામ ફરી સામેલ કરવા માટે પૂછ્યું. માગીએ કહ્યું કે,‘તેમનું નામ શાંતિનગર વોટિંગ લિસ્ટમાં હોય તો તેમને ફોર્મ 6 જમા કરાવવાનું રહેશે અને આ 23મી એપ્રિલ પછી જ શક્ય છે. જ્યારે ચૂંટણી પંચ તેની મંજૂરી આપશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કર્ણાટક ચૂંટણી પંચના એમ્બેસેડર રાહુલ દ્રવિડ આ વખતે નહીં કરી શકે વોટિંગ, આ છે કારણ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/karnataka-ec-ambassador-rahul-dravid-cant-vote-for-loksabha-elections/
via Best Gujarati News
0 Comments