। બેઇજિંગ ।

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી ભારત સાથેના સંબંધો નહીં સુધરે ત્યાં સુધી પાકિસ્તાનની આર્થિક સમૃદ્ધિમાં વધારો નહીં થાય. બીજા બેલ્ટ એન્ડ રોડ ફોરમ (બીઆરએફ)માં ભાગ લેવા માટે ચીન આવેલા ઇમરાન ખાને શુક્રવારે ચાઇના ઇન્ટરનેશનલ કલ્ચરલ કોમ્યુનિકેશન સેન્ટરને સંબોધતાં કહ્યું હતું કે એશિયાના આ પ્રદેશમાં જ્યાં સુધી શાંતિ અને સ્થિરતા નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન માટે આર્થિક સમૃદ્ધિ મુશ્કેલ છે.

પાકિસ્તાન સરકાર આ માટે કાર્યરત છે. ભારત સાથેના અમારા સંબંધો હાલમાં તણાવગ્રસ્ત છે. ભારતમાં હાલમાં લોકસભાની ચૂંટણીઓ થઈ રહી છે. એ પૂરી થયા બાદ ભારત સાથેના સંબંધો સામાન્ય થવાની મારી ધારણા છે.  ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનને આશા છે કે અફઘાનિસ્તાનમાં પણ રાજકીય સમાધાન સફળ રહેશે અને યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિરતા આવશે.

અફઘાનિસ્તાનમાં જે થાય છે એની અસર પાક. સરહદે જોવા મળે છે.   ૨૫ એપ્રિલથી ચીનમાં આ ફોરમની બેઠક શરૂ થઈ છે. ત્રણ દિવસના ફોરમમાં ૩૭ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. આ યોજનાનું લક્ષ્ય એશિયા, આફ્રિકા અને યુરોપના હાઇવે, રેલવે અને દરિયાઈ માર્ગોને જોડવાની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતમાં લોકસભાની ચૂંટણી પછી બંને દેશોના સંબંધો સુધરશે : ઇમરાન ખાન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/india-lok-sabha-elections/
via Best Gujarati News

0 Comments