। બેંગકોક ।

ભારતીય પુરુષ બોક્સર્સ એશિયન ચેમ્પિયનશિપમાં પોતાના સર્વશ્રેષ્ઠની બરાબરી કરી ચૂક્યા છે જ્યારે મહિલાઓએ પણ પોતાનો દબદબો જાળવી રાખી સેમિફાઇનલ પહેલાં ભારતને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચાડી દીધું છે. ભારતના ૧૩ બોક્સર્સ (સાત પુરુષ અને છ મહિલા)એ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધું છે જે સેમિફાઇનલમાં રમશે. ભારત બોક્સિંગની મહાશક્તિ કઝાખસ્તાન (સાત પુરુષ અને ચાર મહિલાઓ) અને ચીન (બે પુરુષ અને આઠ મહિલાઓ)થી આગળ છે.

ભારતના દીપકસિંહ (૪૯ કિગ્રા), અમિત પંઘાલ (૫૨ કિગ્રા), કવિંદરસિંહ બિસ્ત (૫૬ કિગ્રા), શિવા થાપા (૬૦ કિગ્રા), આશિષ (૬૯ કિગ્રા), આશિષકુમાર (૭૫ કિગ્રા) અને સતીષકુમાર (+૯૧ કિગ્રા)ની સેમિફાઇનલમાં રમશે. મહિલા વર્ગમાં નિકહત ઝરીન (૫૧ કિગ્રા), મનીષા (૫૪ કિગ્રા), સોનિયા ચહલ (૫૭ કિગ્રા), એલ. સરિતાદેવી (૬૦ કિગ્રા), સિમરનજિત કૌર (૬૪ કિગ્રા) અને પૂજા રાની (૭૫ કિગ્રા) મેડલની રેસમાં સામેલ છે. ભારતીય પુરુષ ટીમે વર્ષ ૨૦૦૯માં એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા. તાઇવાનમાં ૨૦૦૫માં ભારતે સાત ગોલ્ડ સહિત ૧૧ મેડલ જીત્યા હતા.

રેસલિંગમાં ભારતને પાંચ મેડલ

ભારતીય રેસલરોએ એશિયન ચેમ્પિયનશિપના બીજા દિવસે પુરુષ ફ્રી સ્ટાઇલમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત પાંચ મેડલ જીત્યા હતા. અમિત ધનકડે ૭૪ કિગ્રામાં અને વિક્કીએ ૯૨ કિગ્રાની ફાઇનલમાં હારતાં સિલ્વર મેડલ જીત્યા હતા. રાહુલ અવારેએ ૬૧ કિગ્રા, દીપક પુનિયાએ ૮૬ કિગ્રા અને સુમિતે ૧૨૫ કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પ્રથમ દિવસે ભારતે એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો જેને કારણે ભારતના આ સ્પર્ધામાં કુલ આઠ મેડલ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post છ મહિલા સહિત ભારતીય બોક્સર્સનો દબદબો જારી, ૧૩ મેડલ નિશ્ચિત કર્યા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/six-woman-including-indian-box/
via Best Gujarati News

0 Comments