ભારતની વર્લ્ડ કપ ટીમને લઇને રાહુલ દ્રવિડે આપ્યુ મહત્વનું નિવેદન, કરી આ ભવિષ્યવાણી
3 વર્લ્ડ કપ રમી ચુકેલા ભારતનાં ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડનું માનવું છે કે ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું છે. પૂર્વ કેપ્ટને સાથે સાથે કહ્યું કે ટીમનાં વિશ્વ કપ અભિયાન પર ઑસ્ટ્રેલિયા સામે હારેલી સીરીઝની અસર નહીં પડે. 30 મેથી વિશ્વ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. આ માટે ભારત સહિત 9 દેશો પોતાની ટીમ જાહેર કરી ચુક્યા છે. ભારતની કેપ્ટનશિપ વિરાટ કોહલી કરશે.
દ્રવિડે જણાવ્યું કે, “હકીકતમાં ભારતે છેલ્લા 30 મહિનામાં ઘણી સારી ક્રિકેટ રમી છે. ઑસ્ટ્રેલિયા સામેની હારનું કારણ સીરીઝની વ્યસ્તતા હોઇ શકે છે. આપણી પાસે વિશ્વ કપ માટે એક સંતુલિત ટીમ છે. જો ભારત વિશ્વ કપ જીતે છે તો આપણે એ વાતની ચિંતા નહીં કરીએ કે 2-3 અથવા 3-2થી કોણ જીત્યું. આઈસીસી રેન્કિંગ સાબિત કરે છે કે ભારત ત્યાં છે. નંબર વન બનવા માટે વિશ્વ કપ જીતવો જોઇએ.”
વિશ્વ કપ માટે ઋષભ પંત અને અંબાતી રાયડૂને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી તે વિશે પુછવામાં આવતા દ્રવિડે કહ્યું કે, “ભારત પાસે આ વિશ્વ કપ માટે સારી અને સંતુલિત ટીમ છે. ઘણા બધા સંયોજન અને ઘણા બધા વિકલ્પ છે. આ ટૂર્નામેન્ટમાં તેમના પ્રદર્શનનો પ્રશ્ન છે. તમે હંમેશા એક અથવા બે નામો પર ચર્ચા કરી શકો છો. જે નામોને પસંદ કરવામાં આવ્યા છે તેમની સાથે રહો અને સારા પ્રદર્શનની આશા રાખો.”
પૂર્વ કેપ્ટને સાથે એ પણ માન્યું કે આગામી ટૂર્નામેન્ટમાં હાઈ સ્કૉરિંગ મેચો હશે. તેમણે કહ્યું કે, “આ વિશ્વ કપ કદાચ વધારે સ્કોરિંગવાળો રહેશે અને ભારત આ માટે સારી રીતે તૈયાર છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ હકીકતમાં બદલાઈ ગઈ છે, ખાસ કરીને વન ડે ક્રિકેટમાં. ગત વર્ષે અમે ત્યા A સીરીઝમાં હતા અને ત્યાં હાઈ સ્કૉરિંગ મેચ થઈ હતી. 300 ઉપરનો સ્કૉર સતત પીછો કરી રહ્યો હતો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતની વર્લ્ડ કપ ટીમને લઇને રાહુલ દ્રવિડે આપ્યુ મહત્વનું નિવેદન, કરી આ ભવિષ્યવાણી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/rahul-dravid-speaking-about-indian-team-for-cwc2019/
via Best Gujarati News
0 Comments