આર્થરાઇટિસની તકલીફથી પીડાવ છો?
સ્વાસ્થ્ય સલાહ :- શુભાંગી ગૌર
આર્થરાઇટિસની તકલીફથી પીડાતાં લોકોની સ્થિતિ ખરેખર ખૂબ દુઃખદ હોય છે, કેમ કે તેનો દુખાવો અસહ્ય હોય છે. વળી આર્થરાઇટિસના પ્રકાર પણ ઘણાં છે જેમ કે ઓસ્ટીયો આર્થરાઇટિસ, રુમેટાઇડ, સોરાઇટિક, રુમેટીકા, એન્કાઇલાજિંગ સ્પોન્ડિલાઇટિસ, થ્રોએક્ટિવ આર્થરાઇટિસ, પોલીમાયોસાઇટીસ વગેરે કેટલીયે પ્રકારના આર્થરાઇટિસ છે જે શરીરને તકલીફ આપતાં હોય છે. અલબત્ત સૌથી વધારે તકલીફ આપતો આર્થરાઇટિસ રુમેટાઇડ છે. જેમાં સૌથી વધારે દુખાવો થતો હોય છે. આ આર્થરાઇટિસમાં અમુક ઘરેલુ ઉપચાર તમને ખૂબ રાહત આપી શકે છે. તો ચાલો તેના વિશે થોડું જાણી લઇએ.
તુલસી
અલબત્ત તુલસીનો છોડ તમને ઘણી બધી જગ્યાએ ખૂબ ઉપયોગી થાય છે, તુલસી તમને ઘણી તકલીફમાં રાહત આપવા સક્ષમ છે, પણ અહીં આપણે આર્થરાઇટિસની વાત કરી રહ્યાં છીએ તો તેમાં તુલસી શું મદદરૂપ સાબિત થશે તે જોઇએ. તુલસીમાં રહેલાં તત્ત્વો આર્થરાઇટિસમાં થતાં દુખાવાને દૂર કરે છે. આ માટે તુલસીના પાનને પહેલાં ઉકાળો, સરખું પાણી ઉકળે એટલે થોડું ઠંડું થાય (હુંફાળુ) કે તરત જ્યાં દુખાવો હોય ત્યાં પાણીની ધાર કરો. આમ કરવાથી દુખાવામાં તરત રાહત થશે.
સૂંઠ કે આદુ
આદુ અને સૂંઠ સ્વાદમાં ભલે તીખા હોય પણ આર્થરાઇટિસના દરદી માટે ખૂબ ગુણવાન છે. સૂંઠ કે આદુનું રોજ સેવન કરવાથી આર્થરાઇટિસના દરદીને દુખાવામાં ખૂબ રાહત થાય છે. એટલું જ નહીં આદુ આમ ઠંડો ખાદ્ય પદાર્થ છે તેથી તેના સેવનથી એસિડિટી પણ દૂર થાય છે.
લસણ
લસણના સેવનથી પણ આર્થરાઇટિસનો દુખાવો દૂર થાય છે. તેમજ તેનાથી બીપીની તકલીફમાં પણ લાંબેગાળે રાહત મળે છે. પરંતુ જો તમને રોજ લસણનું સેવન કરવું ન ગમતું હોય તો તમે લસણ, જીરું, હિંગ, પીપળાના પાન, મરી, અને સૂંઠ આ બધી વસ્તુ બે બે ગ્રામ લઇને ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં દિવેલ મિક્સ કરીને હલાવી નાખો. જ્યારે પણ દુખાવો થાય કે તરત મિક્સ કરેલાં તેલને દુખાવાની જગ્યાએ લગાવશો તો તરત રાહત થશે.
એલોવેરા
એલોવેરાના પલ્પને પણ આર્થરાઇટિસના દુખાવા ઉપર લગાવવાથી દુખાવામાં રાહત થાય છે.
આમ આર્થરાઇટિસના અસહ્ય દુખાવાથી બચવું હોય તો તમે ઉપર જણાવેલા ઉપચાર અજમાવશો તો ચોક્કસ દુખાવામાંથી મુક્તિ મળશે અને તમે તમારા કામ આસાનીથી કરી શકશો.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આર્થરાઇટિસની તકલીફથી પીડાવ છો? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/arthritis-dysfunction-pain/
via Best Gujarati News
0 Comments