દિશા-જ્ઞાન

ચાંદીનું મહત્ત્વ આપણે સમજીએ છીએ, લોકો મૂડી માટે ચાંદી ખરીદતા હોય છે. ચાંદી જેમ મૂડી માટે મહત્ત્વનું છે તેમજ ચાંદીને પવિત્ર ધાતુ પણ માનવામાં આવે છે. ચાંદીને પ્રાચીન કાળથી જ પવિત્ર ધાતુ માનવામાં આવી રહ્યું છે. આપણે ધર્મના કામમાં ચાંદીના વાસણોનો તેમજ ચાંદીનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ ચાંદીનું મહત્ત્વ આલેખેલું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં કલેશ, કજીયા, કંકાસ કે નાની-મોટી દુર્ઘટના બનતી હોય તો ચાંદી તમને આ તકલીફમાંથી મુક્તિ અપાવવા સક્ષમ છે. આ માટે ચાંદીનો ઉપયોગ કઈ રીતે કરવો તે ઉપર એક નજર કરીએ.

ચાંદીનો ઉપયોગ :  

ચાંદી ખૂબ જ સ્વચ્છ અને લાભકારી ધાતુ છે, જીવનની વિવિધ પરેશાનીમાંથી ચાંદી તમને કઈ રીતે ઉગારી શકે છે, અને તે માટે ચાંદીનો વપરાશ કઈ રીતે કરવો તે વિશે વિગતે જાણીએ.

ચાંદીનો ગ્લાસ :  

જીવનની અલગ-અલગ તકલીફમાંથી ચાંદીની કઇ વસ્તુ તમને છુટકારો અપાવી શકે છે. તે લિસ્ટમાં સૌથી પહેલાં ચાંદીના ગ્લાસનો સમાવેશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીના ગ્લાસને વિશેષરૂપે ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય, જે લોકો માનસિક અસ્વસ્થતા અનુભવવા હોય તો તેમણે સાદા ગ્લાસમાં પાણી પીવાને બદલે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઇએ. ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી તમારું મન સ્વસ્થ રહે છે. માનસિક શાંતિ મળે છે, તેમજ મનમાં ઉદભવતી ખોટી ખોટી ચિંતાથી તમે મુક્ત થાવ છો.

ચાંદીનો ડબ્બો :  

જો તમારી કુંડળીમાં રાહુ હોય અને તે કારણે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય તો તેને નિવારવા માટે તમારા કબાટમાં એક ચાંદીની ડબ્બીમાં પાણી ભરીને રાખો, આ પાણી સુકાઇ જાય એટલે ફરીથી પાણી ભરીને મૂકી દેવું. આમ કરવાથી રાહુના કારણે થતિ હેરાનગતિથી તમને છુટકારો મળશે. તેમજ તમારી કુંડળીના ચોથા સ્થાનમાં જો રાહુ હોય તો ચાંદીની ડબ્બીમાં મધ ભરીને ઘરની બહાર જમીનમાં તે ડબ્બી દાટીને રાખવી. અને જો રાહુ સાતમા ભાગમાં હોય તો દાંપત્ય જીવનમાં તમને આ રાહુ અડચણરૂપ થયા કરે છે. આ અડચણને નિવારવા માટે ચાંદીની ડબ્બીમાં કોઇપણ નદીનું પાણી ભરી તેની અંદર નાનો ચાંદીનો ટુકડો મૂકીને આ ડબ્બી સાચવીને કબાટમાં રાખી મૂકવી. તેનાથી દાંપત્ય જીવનમાં રાહુને કારણે થતી મુશ્કેલીથી તમે બચી શકો છો.

ચાંદી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી છે, આ સિવાય પણ ચાંદી તમને ક્યા ગ્રહની માઠી અસરથી બચાવી શકે છે તે વિશે વધુ આવતા સપ્તાહે વાત કરીશું.

nakshatra@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચાંદી ચમકાવી શકે છે તમારું નસીબ, જાણો થશે ફાયદો જ ફાયદો    appeared first on Sandesh.



from Nakshatra – Sandesh http://sandesh.com/astrology-spiritual-silver-shine-luck-jyotish/
via Best Gujarati News

0 Comments