અંતિમ ઓવર્સમાં બેંગ્લોરે મેદાન માર્યું, પંજાબનો ૧૭ રનથી પરાજય
। બેંગ્લુરૂ ।
ડીવિલિયર્સની આક્રમક બેટિંગ બાદ છેલ્લી ઓવર્સમાં બોલર્સે આપેલી વળતી લડતની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને ૧૭ રનથી હરાવીને પ્લે ઓફ માટે પોતાની આશા જીવંત રાખી હતી. બેંગ્લોરના ચાર વિકેટે ૨૦૨ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબની ટીમ સાત વિકેટે ૧૮૫ રન નોંધાવી શકી હતી. કપરાં લક્ષ્યાંક સામે મેદાને પડેલી પંજાબની ટીમ માટે લોકેશ રાહુલે ૨૭ બોલમાં ૪૨ તથા પૂરને ૨૮ બોલમાં ૪૬ રન બનાવ્યા હતા. અગાઉ ડીવિલિયર્સે ૪૪ બોલમાં ૮૨ રનની ઇનિંગ્સ રમીને બેંગ્લોરને સંગીન સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.
પ્લેઓફની રેસમાં ટકી રહેવા આજે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે કરો યા મરોનો મુકાબલો
સતત પાંચ મેચમાં પરાજય મેળવ્યા બાદ આઈપીએલ-૧૨માં પ્લેઓફમાંથી બહાર થવાની અણીએ ઊભેલી કોલકાતા નાઇટ રાઇડર્સ આજે ઇડન ગાર્ડન્સ પર રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ત્યારે તેનું લક્ષ્ય મેચ જીતવા પર રહેશે. રાજસ્થાન રોયલ્સ માટે પણ આ સ્થિતિ છે. જો રાજસ્થાન આ મેચ હારી જાય તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. કોલકાતા અત્યારે ૧૦ મેચમાં ચાર જીત અને છ હાર સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. કોલકાતાને પ્લેઓફમાં પહોંચવા પોતાની બાકીની તમામ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. બીજી તરફ રાજસ્થાને ૧૦માંથી ત્રણ મેચ જીતી છે અને સાતમાં હાર મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અંતિમ ઓવર્સમાં બેંગ્લોરે મેદાન માર્યું, પંજાબનો ૧૭ રનથી પરાજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/final-overs-bangalore/
via Best Gujarati News
0 Comments