તહેવારો પર આપણે સૌને ત્યાં મહેમાનો આવે છે. ત્યારે શું બનાવવું એ એક પ્રશ્ન થઈ જાય છે. જો ત્યારે એવું જમવાનું બનાવવામાં આવે કે જે બનાવવામાં ખુબજ સરળ હોય. આવામાં જો દાળ મખ્ખની બનાવો તો આ એક સારો ઓપ્શન છે. જો તમે રેસ્ટોરેન્ટ જેવો સ્વાદ ઘરે બનાવવા માંગો છો તો આજે તમારા માટે ખાસ લાવ્યા છીએ અમે આ પદ્ધતિ.આજે આપણે બનાવીશું દાળ મખ્ખની.

દાળ મખ્ખની બનાવવા સામગ્રી

અડદની દાળ પલાળેલી અડધો કપ, રાજમા પલાળેલા અડધો કપ, લસણ-આદુની પેસ્ટ 2 ચમચી, ટમેટા પ્યુરી 2 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણાજીરૂ પાવડર 1 ચમચી, ગરમ મસાલા પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 2 ચમચી, ફ્રેશ ક્રીમ અડધો કપ. સફેદ માખણ અડધો કપ.

સુકા મસાલા
લવીંગ 3, મરી 3, બાદીયા, તજ એક ટુકડો, તમામ સુકા મસાલાને એક કપડામાં પોટલી વાળી રાખી દો.

દાળ મખ્ખની બનાવવાની પદ્ધતિ

કુકરમાં પલાળેલી અડદ દાળ, રાજમા, મસાલા પોટલી, મીઠું અને પાણી નાંખીને 1 સીટી વગાડી દો. પછી તાપ ધીમો કરીને 10 મિનીટ સુધી દાળને પકાવો. મસાલા પોટલીને કાઢી લો. ઠંડુ થાય એટલે મેશ કરી દો. બચેલા બટર અને કોથમીરથી સજાવો તંદુરી રોટી કે સાદા ભાત સાથે ગરમા ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઘરેજ બનાવો રેસ્ટોરન્ટ જેવી દાળ મખ્ખની appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/punjabi-dal-makhani-made-at-home/
via Best Gujarati News

0 Comments