બોલિવુડ એકટર અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીનો નૉન પોલિટિક ઇન્ટરવ્યુ લીધો છે. તેનો ટીઝર વીડિયો તેમણે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. વીડિયોઝમાં અક્ષય કુમાર નરેન્દ્ર મોદીને હસતા-હસતા મજાક કરતાં અને તેમની ખાનગી જિંદગી પર વાત કરતાં દેખાઇ રહ્યાં છે. મોદી અક્ષય કુમારને પોતાની જિંદગીના કિસ્સા સંભળાવે છે જ્યારે તેઓ લોટામાં ગરમ કોલસા નાંખી પોતાના કપડાં ઇસ્ત્રી કર્યા કરતા હતા.

પીએમ મોદીએ અક્ષયકુમારને પોતાની ડ્રેસિંગ સેન્સ અંગે કહ્યું કે તમે મને મારી ફેશન માટે પૂછયું. તો આપને જણાવું કે એ વાત સાચી છે કે વ્યવસ્થિત રીતે રહેવું એ મારી પ્રકૃતિ હતી. કદાચ એક કારણ એ પણ હતું કે ગરીબીના લીધે કયારેક-કયારેક નાનો મહેસૂસ કરતો હતો. કદાચ નાનપણમાં સાયકોલોજી વાંચ્યું હશે. અમારા ઘરમાં તો ઇસ્ત્રી નહોતી તો હું શું કરતો? લોટામાં ગરમ કોલસા ભરી લેતો હતો અને તેનાથી કપડાંને પ્રેસ કરતો અને પહેરીને જતો.

અક્ષયકુમારે વાતચીત દરમ્યાન નરેન્દ્ર મોદીને તેમની ઉંઘ અંગે પણ પૂછયું. અક્ષયે કહ્યું કે તમે 3-4 કલાક જ સૂઓ છો. એક શરીરને 7 કલાકની ઊંઘ તો જોઇએ. તેના પર મોદીએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ બરાક ઓબામા મને મળ્યા તો પણ તેમને મને સૌથી પહેલાં આ મુદ્દા પર જ પૂછયું હતું. કારણકે તેઓ મારા મિત્ર છે તો તે મને કહેતા કે મારી વાત માનો છે કે નહીં. થોડીક ઉંઘ વધારી કે નહીં.

અક્ષય એ પૂછયું કે શું એ સાચી વાત છે કે કયારેક સંન્યાસી બનવા માંગતા હતા કે સોલ્જર બનવા માંગતા હતા. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે કોઇને સેનાના યુનિફોર્મમાં જતા દેખતો તો બાળકની જેમ હું પણ સલામ કરતો હતો. એટલામાં 1962નું યુદ્ધ છેડાયું, ત્યારે થયું કે આ તો દેશ માટે જીવવા-મરવાનો રસ્તો છે. એટલામાં મેં કયાંક વાંચ્યું કે ગુજરાતમાં કોઇ સૈનિક સ્કૂલ છે ત્યાં પ્રવેશ મળી શકે છે. તો મેં મારા પિતાજીને કહ્યું કે હું ત્યાં પ્રવેશ મેળવવા માંગું છું. તો તેમણે કહ્યું કે આપણી પાસે પૈસા કયાં છે? તું કંઇ રીતે જામનગર જઇશ? જામનગર તને કોણ લઇ જશે?

પીએમ મોદીને અક્ષય કુમાર પૂછે છે કે શું તમે કેરી ખાઓ છો? તો મોદી ખડખડાટ હસવા લાગ્યા તો અક્ષય કુમારે બીજો પ્રશ્ન પૂછયો કે શું તમે ખરેખર ગુજરાતી છો?

આપને જણાવી દઇએ કે અક્ષય કુમારે એક ટ્વિટ કરી કહ્યું હતું કે જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ કંઇક હટકર કરવા જઇ રહ્યાં છે. ત્યારબાદ લોકોએ અંદાજો લગાવાનું શરૂ કરી દીધું હતું કે કદાચ તેઓ રાજકારણમાં પગરણ માંડશે. અક્ષયે તે સમયે જ બીજી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ પોલિટિકસ જોઇન કરવાના નથી. હવે સમયની સાથે તેમને આખી વાત ઉજાગર કરી દીધી છે કે તેમણે પીએમ મોદીનો ઇન્ટરવ્યુ લીધો છે. આ આખો ઇન્ટરવ્યુ એએનઆઇના માધ્યમથી આજે સવારે 9 વાગ્યે રજૂ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અક્ષય કુમારે મોદીને કેરી અને ગુજરાતી અંગે એવું તો શું પૂછયું કે ખડખડાટ હસવા લાગ્યા? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bollywood-star-akshaykumars-video-interaction-with-pm-modi-today/
via Best Gujarati News

0 Comments