વેકેશનમાં સફર માણતા પહેલા જાણો ફેમિલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીના ફાયદા
જો તમે આ વેકેશનમાં ફેમિલી સાથે મુસાફરી કરવા જઇ રહ્યાં છો તો તમારે પ્રથમ ફેમિલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી લઇ લેવી જોઇએ. આ વીમાથી ઘણા ફાયદાઓ છે. જેમકે જો તમે મુસાફરી દરમિયાન કોઈ તબીબી કટોકટી અથવા સામાન ગુમાવશો તો તમારે તમારા પોતાના ખિસ્સાથી સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે. આ બધા જોખમો ફક્ત ફેમિલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ખૂબ ઓછા ખર્ચમાં આવરી લેવાય છે. તેથી મહત્વપૂર્ણ છે કે ચોક્કસ દેશોમાં પ્રવાસ પર જતા પહેલા તમારો અને તમારી ફેમિલીનો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે.
ફેમિલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી એક જ મુસાફરી, બહુવિધ મુસાફરીઓ અથવા વર્ષભરની મુસાફરી જેવા વિવિધ વેરિયન્ટ્સમાં ખરીદી શકાય છે. જો તમે એક જ સફર પસંદ કરી હોય, તો તે સમયગાળા માટે પોલિસી પસંદ કરવાનું વધુ સારું રહેશે જે સફર પછી પણ ચાલુ રહેશે. મુસાફરી દરમિયાન વિલંબ અથવા ટ્રિપ્સ વિસ્તૃત થતાં, આવી પોલિસીનો ઉપયોગ કરી શકાય છે.
કોઈપણ પોલિસીને પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે કેટલી રકમ અને કેટલા લોકો ખરેખર તેમાં આવરી લેવામાં આવે છે. આ પોલિસીઓમાં એડવાન્સ કેશ જેવા લાભ પણ ઇમરજન્સીમાં શામેલ હોય છે. તે ધ્યાન પૂર્વ સમજો.
ભૂતકાળમાં કોઈ બિમારી હોય તો તે મહત્વનું છે કે તેને પોલિસી ખરીદતા વખતે જ તેની માહિતી આપો. સામાન્ય રીતે પહેલા થયેલી બિમારી આ પ્રકારની પોલિસીમાં આવરી લેવામાં આવતાં નથી. પરંતુ કેટલીક જીવને જોખમી રોગો પોલિસીમાં આવરી લેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વેકેશનમાં સફર માણતા પહેલા જાણો ફેમિલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીના ફાયદા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/how-to-buy-family-travel-insurance-know-all-about-it/
via Best Gujarati News



0 Comments