રાત્રે જ્યારે આપણે આકાશમાં જોઈએ છીએ ત્યારે આપણા મનમાં બ્રહ્માંડને જાણવાની જિજ્ઞાસા થઈ જાય છે. દૂરબીનની શોધ પહેલાં ટેલિસ્કોપ આપણી કલ્પનામાં પણ ન હતું. દૂરબીનની શોધ બાદ આકાશના ચાંદ-તારાઓ અને ગ્રહો આપણી નજીક આવી ગયાં છે. તેની મદદથી હજારો કિલોમીટર દૂરની વસ્તુ નજીકથી જોઈ શકાય છે. ૨૫ સપ્ટેમ્બર ૧૬૦૮માં પ્રથમ દૂરબીનની શોધ હૈંસ લિપર્સેસીએ કરી હતી. ત્યારબાદ ગેલિલિયો ગેલિલી, હાઈગાંજ, ગ્રેગરી, બેડલે અને ન્યૂટન દૂરબીનમાં નવો નવો બદલાવ લાવતા રહ્યા. તેમાં પણ ગેલિલિયો ગેલિલિનું દૂરબીનના આવિષ્કારમાં સૌથી મહત્ત્વનું યોગદાન છે. તેમણે દૂરબીનની મદદથી ચંદ્ર પર ઉપસ્થિત ક્રેટર અને મોટા ગુરુના ગ્રહના ચાર ઉપગ્રહો શોધી કાઢયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોણે અને ક્યારે કરી દૂરબીનની શોધ appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/who-and-when-kar-telby/
via Best Gujarati News

0 Comments