આ રીતે બનાવો આમરસ, સ્વાદમાં લાગે છે મજેદાર
ઉનાળો આવતાની સાથે જ માર્કેટમાં ફળો આવવા લાગે છે. જેમાં ફળોનો રાજા કહેવાતાં કેરીએ દસ્તક આપી છે. કેરી ખાવાના શોખીનો માટે આ સિઝન ખાસ કહેવાય છે. કેમકે કેરી ઉનાળામાં ખુબજ ખવાતુ ફળ છે. કેરીને આપણે એમ જ ખાતા નથી સાથે સાથે તેનાથી બનતી અલગ અલગ ડીસ બનાવવામાં આવે છે.
કાચી કેરી પાકી કેરી અલગ અલગ રીતે ખાવામાં આવે છે. આવી જે એક ડીશ છે આમરસ. જેનો સ્વાદ એટલો મજેદાર હોય છે જે દાઢે વળગે છે. આજે આપણે આમરસ બનાવતા શીખીશુ.
આમરસ બનાવવા જોશે સામગ્રી
1 કિલો પાકેલી કેરી, 1 ચમચી કેસર, એક કપ દળેલી ખાંડ, બે કપ ઠંડુ દૂધ.
આમરસ બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ એક મોટા વાસણમાં કેરીનો રસ કાઢી લો જો તમને થોડો જાડો આમરસ પીવો હોય તો તેના નાના નાના ટુકડા કરી લો. હવે એક મિક્સર જારમાં કેરીનો રસ, દૂધ, કેસર, ખાંડ નાંખીને પીસી લો. તૈયાર છે ઠંડો ઠંડો આમરસ. આ આમરસ પીવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે વળી બાળકો પણ આને ખુબજ પ્રેમથી પી લે છે. આ આમરસ પીવાથી ફક્ત સ્વાદ નથી મળતો સાથે સાથે તે હેલ્થ માટે પણ ખુબજ લાભકારક છે. તો આ ગરમીમાં તમે પણ બનાવો આમરસ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ રીતે બનાવો આમરસ, સ્વાદમાં લાગે છે મજેદાર appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/aamras-gujarati-dish-how-to-make-it-sweet-dish-recipe/
via Best Gujarati News
0 Comments