લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના 314 ગામના આગેવાનોએ મતદાનનો વિરોધ કરીને કલેકકટર કચેરીના પ્રાગણની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે એકસાથે 314 ગામના આગેવાનો દ્વારા મતદાનનો વિરોધ થતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

2019ની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક કાર્યક્રમો યોજવાંમાં આવ્યા હતા પરંતુ નર્મદા જિલ્લામાં આજે મતદાનના દિવસે 314 ગામના આગેવાનોએ કલેકટર કચરીની બહાર વિરોધ પ્રદશર્ન માટે બેઠા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ગામ લોકોને સમજવવાનો પ્રયાસ કર્યો હતો અને જિલ્લા કલેકટરને પણ આગેવાનો મળ્યા હતા પરંતુ ગ્રામજનો પોતાની માંગને લઈ અડગ રહ્યા છે બીજી તરફ ગ્રામીણો મતદાન કરવા જાય તેવા પ્રયાસો કરવાંમાં આવ્યા છે, ગામ લોકોની માંગ છે કે તેમના ગામો ગ્રુપ ગ્રામ પંચાયતમાં છે અને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો હજુ નથી મળ્યો અને અલગ ગ્રામ પંચાયતોની માંગને લઈ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સાંજ સુધી જોવાનું રહેશે કે આ ગામોમાંથી કેટલા લોકો મતદાન નથી કરતા.

હવે જોવાનું રહ્યું કે, આજ સાંજ સુધી જોવાનું રહેશે કે આ ગામોમાંથી કેટલા લોકો મતદાન કરશે અને કેટલા નહીં કરે અને ન મતદાન કરનારાઓને મતદાન કરવા મનાવવના તંત્ર કેટલા અંશે સફળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 314 ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરતા તંત્રમાં મચી ભાગદોડ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/314-people-of-the-village-boycotted-voting-loksabha-election/
via Best Gujarati News

0 Comments