પતિએ તલાક આપ્યા બાદ સાસરે જઇ પત્ની સાથે કર્યું આવું હિચકારું કૃત્ય
પાકિસ્તાનમાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણી દરેક લોકો દંગ રહી ગયા છે. લાહોરથી 110 કિલોમીટરના અંતરે આવેલા પિંડા ભટ્ટિયા શહેરની ઘટના તમને કંપાવી દેશે. જી હા એક શખ્સે પોતાની પત્નીની જીભ કાપી નાંખી છે.
મળતી માહિતી પ્રમાણે પતિ પત્નીની સાથે ઝઘડાથી એટલો પરેશાન થઇ ગયો કે તેણે પત્નીને તલાક આપી દીધા. ત્યારબાદ ગુસ્સામાં આવીને સાસરે પહોંચ્યો અને કેચીથી તેની જીભ કાપી દીધી. આ ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે. કોઇને વિશ્વાસ નહોતો કે શખ્સ આવું કરી દેશે.
ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પોલીસે પતિની વિરૂદ્ધ હત્યાની કોશિષ કરવાનો આરોપ મૂકતા કેસ કર્યો છે અને પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસના મતે આરોપીનું નામ જહાંગીર અને પત્નીનું નામ નસરીન છે. થોડાંક દિવસ પહેલાં જ નસરીનને તલાક આપ્યા હતા. ત્યારબાદ પણ તેનો ગુસ્સો શાંત થયો નહોતો. તેણે પોતાના સાસરે જઇ કેચીથી નસરીનની જીભ કાપી નાંખી.
ઉલ્લેખનીય છે કે હજુ થોડાંક દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે એક લગ્ન સમારંભમાં પત્નીના માથા પરથી દુપટ્ટો ખસી જતા પતિએ કેચીથી વાળ કાપી નાંખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પતિએ તલાક આપ્યા બાદ સાસરે જઇ પત્ની સાથે કર્યું આવું હિચકારું કૃત્ય appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/pakistani-husband-cut-off-wifes-tongue/
via Best Gujarati News
0 Comments