ઉત્તર પ્રદેશમાં ફોઈ-ભત્રીજાને જોરદાર ઝાટકો, ભાજપે કરી નાખી ‘ગેમ’
અખિલેશ યાદવ અને માયાવતીના સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં ૨૬ માર્ચના રોજ સામેલ થયેલી નિષાદ પાર્ટીએ હવે છેડો ફાડી નાખ્યો છે અને ગઠબંધનના બદલે તે ભાજપ સાથે હાથ મિલાવે એવી શક્યતા છે.
નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે કહ્યું હતું કે સપા-બસપા ગઠબંધન સાથે યુતિ થયા બાદ પણ ગઠબંધનના પોસ્ટરોમાં અમારી પાર્ટીનું નામ કે નેતાઓના ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા નહોતા. અમારી પાર્ટી માટે સીટોની જાહેરાત પણ કરવામાં આવી નથી અને એથી અમારા કાર્યકરો અને કોર કમિટીના મેમ્બરો નારાજ છે. અમે હવે સ્વતંત્ર છીએ અને અમારા ઉમેદવારો જાહેર કરશું. અમારી પાસે વિકલ્પ ખુલ્લા છે, અમે કોઈની સાથે ગઠબંધન પણ કરી શકીએ કે એકલા હાથે ચૂંટણી પણ લડી શકીએ.
શુક્રવારે સાંજે સંજય નિષાદ અને એમનો પુત્ર તથા ગોરખપુરના સંસદસભ્ય પ્રવીણ નિષાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યા હતા. તેઓ ટૂંક સમયમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સમાં જોડાય એવી શક્યતા છે.
૩૦ વર્ષ સુધી ભાજપના કબજામાં રહેલી ગોરખપુર સીટ પ્રવીણ નિષાદે પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના સહયોગમાં જીતીને ભાજપને આંચકો આપ્યો હતો. આ જીત બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાની દુશ્મન ગણાતા માયાવતી અને અખિલેશ યાદવે ગઠબંધન કરવા માટે હાથ મિલાવ્યા હતા.
નિષાદનો અર્થ શું?
નિષાદએ નિર્બલ ઇન્ડિયન શોષિત હમારા આમ દળના પ્રથમ અક્ષરોનું ટૂંકું નામ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ઉત્તર પ્રદેશમાં ફોઈ-ભત્રીજાને જોરદાર ઝાટકો, ભાજપે કરી નાખી ‘ગેમ’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/nishad-party-quits-gathbandhan-in-uttar-pradesh/
via Best Gujarati News
0 Comments