આમ આદમી પાર્ટીએ દિલ્હી માટે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી પર આકરાં પ્રહાર કર્યાં હતા, તો સાથે જ પોતાના વચનોને પણ ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટી આ વખતે પૂર્ણ રાજ્યના મુદ્દાને ફ્રંટફૂટ પર રાખીને ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. મેનિફેસ્ટોમાં પણ તેની ઝલક જોવા મળી અને દરેક વચનની સાથે તેમણે કહ્યું કે, જો પૂર્ણ રાજ્ય બનશે તો વચનો નિભાવીશું.

આમ આદમી પાર્ટીના ઘોષણાપત્રના મુખ્ય મુદ્દાઓઃ

– પૂર્ણ રાજ્ય બનશે તો દિલ્હીના 85% બાળકોને કોલેજોમાં એડમિશન આપીશું

– પોલીસને જનતા પ્રતિ જવાબદાર બનાવીશું, જેનાથી મહિલાઓ સુરક્ષિત બનશે

– રાજ્યના તમામ અસ્થાયી કર્મચારીઓને એક અઠવાડિયામાં સ્થાયી કરીશું

– પૂર્ણ રાજ્ય બનશે તો MCD ફરીથી સરકારની અંદર આવશે, પછી દિલ્હી વધારે સાફ બનશે

– દિલ્હીના દરેક મતદાતાને સસ્તા અને સરળ હપ્તામાં ઘર મળશે

– એન્ટી કરપ્શન બ્રાંચ દિલ્હી સરકારની અંતગર્ત આવશે, તો ભ્રષ્ટાચાર પર રોક લગાવી દઈશું

-પૂર્ણ રાજ્ય બન્યું તો જન લોકપાલ બિલ પાસ કરીશું

પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે જાહેરાત કર્યું કે આ ચૂંટણી સંવિધાન બચાવવાવાળી છે, અમારું લક્ષ્ય નરેન્દ્ર મોદીને ચૂંટણી હરાવવાનું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે બીજેપીને છોડીને જે પણ સરકાર બનાવવાની હાલતમાં હશે તેને અમે સમર્થન આપીશું.

કેજરીવાલે એમ પણ કહ્યું કે જે સરકાર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે તેને અમે સમર્થન કરીશું. તો સાથે તેમણે કહ્યું કે બીજેપી અલ્પસંખ્યકોને ઘૂષણખોર માને છે, અમારું લક્ષ્ય દરેકને સુરક્ષિત મહેસૂસ કરાવવાનું છે. પૂર્ણ રાજ્યનો દરજ્જો મળતાં જ દિલ્હી પોલીસમાં ખાલી જગ્યાઓને ભરીશું.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી ગઠબંધન માટે વાતચીત ચાલી રહી હતી, જે સફળ રહી ન હતી. હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ સાત સીટો પર ચૂંટણી લડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પૂર્ણ રાજ્યને મુખ્ય મુદ્દો બનાવી દિલ્હી માટે AAPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/loksabha-election-aap-releases-manifesto-for-delhi-polls/
via Best Gujarati News

0 Comments