સમગ્ર દેશમાં ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં આગના ગોળા વરસી રહ્યાં છે. એવામાં ભારતના કેટલાંક વિસ્તારોમાં આવનારા 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે આવનારા 48 કલાકમાં તામિલનાડુ અને પુડ્ડુચેરીની સાથે જ અલગ-અલગ જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે.

મોસમ વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં આજના દિવસે ધૂળ ભરેલી આંધીના તોફાન કે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાનું અનુમાન છે. શહેરનું ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. જ્યારે દિવસનું વધુમાં વધુ તાપમાન 42 ડિગ્રી સેસ્લિયસ રહેવાની ધારણા છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં થોડાંક દિવસ પહેલાં જ કાળઝાળ ગરમી પડી રહી હતી અને મંગળવારના રોજ વધુમાં વધુ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાપ પહોંચ્યું. સફદરગંજ વેધશાળામાં બુધવારના રોજ વધુમાં વધુ તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે ન્યૂનતમ તાપમાન 27.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

આ વીડિયો પણ જુઓ : આકરી ગરમીના લીધે શહેરીજનો પરેશાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, દેશના આ વિસ્તારોમાં 48 કલાકમાં ધોધમાર વરસાદની સંભાવના appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/heavy-rainfall-expected-at-isolated-places-over-tamil-nadu-and-puducherry/
via Best Gujarati News

0 Comments