જુનાગઢમાં હજુ મગફ્ળી કૌભાડની શાહી સુકાઈ નથી ત્યાં ટેકાના ભાવે ખરીદેલી તુવેરમાં ગોલમાલ થયાનો પર્દાફાશ થયો છે. તુવેરકૌભાંડ’ મામલે ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી રહી છે. પુરવઠા વિભાગે 3241 કટ્ટા તુવેર સીઝ કરીને જવાબદાર યાર્ડના ખરીદી ઇન્ચાર્જ, બે મજુર મુકાદમ, બે ખેડૂત અને માણેકવાડા કિશાનસંઘના પ્રમુખ સહિત 7 સામે કેશોદ પોલીસમાં ગુન્હો નોધાવ્યો છે.

તુવેરકાંડમાં જામકંડોરણાથી રાદડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, તુવેરની ખરીદીમાં પારદર્શિતા રાખવામાં આવી છે, તુવેરકાંડમાં કોઇ કૌભાંડ આચરવામાં આવ્યું નથી. પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની 3-4 ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ગ્રેડર સહિત 7 સામે ગુનો દાખલ કરાયો છે અને તપાસમાં જે કોઈ વ્યક્તિના નામ આવશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમે આ મામલે વધુ વિગતો મેળવી રહ્યાં છીએ.

રાદડિયાએ તુવેરની ખરીદી વિશે વાત કરતા જણાવ્યું કે, રાજ્યના કેશોદ સેન્ટર પરથી જે તુવેર ઘૂસાડવામાં આવી હતી તેની ક્વોલિટીને રાજ્યસરકારે જ કેન્સલ કરી છે, મારી જાણકારીમાં ત્રણથી ચાર ગાડી જ રિજેક્ટ કરી છે જેથી આમાં કૌભાંડનો ક્યાંય પ્રશ્ન નથી આવતો. પુરવઠા વિભાગના એમડી મનિષ ભારદ્વાજ આજે કેશોદ જશે અને વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારે તાજેતરમાં કપાસ, મગફ્ળી, ઘઉંની સાથે ખેડૂતો પાસેથી તુવેર, અડદ , મગ અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરી હતી. જેમાં કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પુરવઠા નિગમની નીગ્રાની નીચે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે પૈકીનો અમુક તુવેરનો માલ જેતપુર ખાતેના વેર હાઉસમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં તપાસણી દરમિયાન તુવેરમાં મોટા ભાગની તુવેરનો જથ્થો હલકી ગુણવતાનો હોવાનું જણાઈ આવતા, આ અંગે સૌરાષ્ટ્ર ઝોનના પુરવઠા અધિકારીએ તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. જેથી જેતપુરથી રીજેક્ટ થયેલી કુલ 3241 તુવેરના કટાને કેશોદ યાર્ડમાં પરત લવાયા હતા. જેને તુરંત પુરવઠા વિભાગે સીઝ કરી દીધા હતા. અને મોડી રાત્રે આ અંગે પુરવઠા મામલતદાર એમ.કે.મોરીએ કેશોદ પોલીસ મથકમાં ફ્રિયાદ નોધાવી હતી. અંગે પીએસઆઈ ડી.જે.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

કોની કોની સામે નોધાયો ગુનો
ફૈજલ સબીર મૂંગલ (એલેક્સ કંપનીનો ગ્રેડર), જે.બી.દેશાઈ (આસી.ખરીદી ઇન્ચાર્જ), જયેશ લક્ષ્મણ (ગોડાઉન મજુર મુકાદમ), હિતેશ હરજી મકવાણા ( મુકાદમ ), ભરત પરશોતમ વઘાસીયા (ખેડૂત,છાત્રણા ), જીગ્નેશ બોરીચા (ખેડૂત,હાંડલા), કાના વીરડા (કિશાન સંઘ પ્રમુખ માણેકવાડા) વિરુદ્ધ ફ્રિયાદ નોધાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કેલેક્ષ કંપનીના ગ્રેડર ફૈઝલ શબીર મુગલ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય ગોડાઉન મજૂર જયેશ ભારતી, હિતેષ મકવાણા, જીજ્ઞેશ બોરીચા, ભરત દાત્રાણા, કાનાભાઈ વિરડા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

જુઓ વીડિયો: તુવેરકૌભાંડ મામલે DY CM નીતિન પટેલની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તુવેરકાંડ મામલે 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, જાણો પ્રેસ કોન્ફરન્સ કરી રાદડિયાએ શું કહ્યું? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/tuver-scam-government-will-take-actions-on-involved-in-scam-radadiya/
via Best Gujarati News

0 Comments