બ્રિટનના પોર્ટ ટેલ્બોટ, વેલ્સના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા છે. યુકે મીડિયાના અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે. વિસ્ફોટ પછી, પ્લાન્ટ નજીક રહેતા લોકોએ પોલીસને જાણ કરી છે. અત્યાર સુધી, 2 લોકો ઇજાગ્રસ્ત હોવાનું નોંધાયું છે. વિસ્ફોટનું કારણ અસ્પષ્ટ છે.

સાઉથ વેલ્સ પોલીસે ટ્વીટ કર્યું છે કે ટાટા સ્ટીલ પ્લાન્ટમાં તેમને આ ઘટના વિશેની માહિતી છે. એક કટોકટી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે વિસ્ફોટ સ્થાનિક સમયના 3:30 વાગ્યે થયો હતો. આ પ્લાન્ટમાં 4000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

પ્લાન્ટની આસપાસ રહેતા કેટલાક લોકોએ ટ્વિટર પર લખ્યું હતું કે વિસ્ફોટ એટલા મજબૂત હતા કે તેમનો ઘર થોડો સમય સુધી હલી ગયા હતા. આગની જ્વાળાઓ દૂર સુધી જોવા મળી રહી છે. વિસ્ફોટના અવાજથી લોકો અચાનક પથારીમાથી ઉભા થઇ આમ તેમ ભાગવા લાગ્યા હતા. લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બ્રિટેનમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર ત્રણ વિસ્ફોટ, 4000થી વધુ કર્મચારીઓ માટે બચાવ કામગીરી શરૂ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/many-blast-in-tata-steel-plant-in-united-kingdom/
via Best Gujarati News

0 Comments