વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિત ૬૦૦ કલાકારોએ ભાજપને મતદાન ન કરવાની અપીલ કરી છે. મતદાન કરો અને ભાજપ સાથે તેના મિત્ર પક્ષોને સત્તામાંથી બહાર ફેંકો એવી અપીલ આ કલાકારોએ કરી છે.

આ કલાકારોએ એક પત્ર જાહેર કરી અપીલ કરી છે. એના પર નસીરુદ્દીન શાહ સહિત વરિષ્ઠ અભિનેતા અમોલ પાલેકર, ગિરીશ કર્નાડ, શાંતા ગોખલે, મહેશ એલકુંચવાર, મહેશ દત્તાણી, અરુંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મુજુમદાર, કોંકણા સેન-શર્મા, રત્ના પાઠક-શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે, અનુરાગ કશ્યપ, એમ. કે. રૈના અને ઉષા ગાંગુલીના હસ્તાક્ષર છે.

૧૨ ભાષામાં પત્ર તૈયાર કરવામાં આવ્યો છે અને આર્ટિસ્ટ યુનાઇટેડ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર આ પત્ર અપલોડ કરવામાં આવ્યો છે. ભારતીય સંવિધાન જોખમમાં છે. ભાજપને મતદાન કરશો નહીં એવું પત્રમાં કહેવામાં આવ્યું છે.

હાલની લોકસભાની ચૂંટણી દેશના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વની ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય અને હાસ્ય પણ જોખમમાં છે. આપણું સંવિધાન પણ જોખમમાં છે. જ્યાં તર્ક, ચર્ચા અને અસહમતીને તક આપવામાં આવે એવી સંસ્થાઓનું ગળું દબાવવામાં આવે છે એવું આ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

The post નસીરુદ્દીન સહિત 600 કલાકારોએ ભાજપ વિરુદ્ધ ચઢાવી બાંયો, 12 ભાષામાં તૈયાર કરાયો પત્ર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/600-artists-including-naseeruddin-appeal-do-not-vote-for-bjp/
via Best Gujarati News

0 Comments