ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીનો અભ્યાસ કરવા માટે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી વિદેશી  પ્રવાસીઓ રાજ્યની મુલાકાતે આવતા હોય એનો ટ્રેન્ડ ઉત્તરોત્તર વધ્યો છે. આ ટ્રેન્ડનો લાભ ઉઠાવવા ગુજરાતની ચૂંટણીનો પ્રવાસ કરાવવા માટે અમદાવાદ શહેરના ૨૦ જેટલા ઓપરેટરોએ દરેક ચૂંટણી વખતે સક્રિય થઇ જાય છે.

આ વખતે પણ તેમણે વિદેશી પ્રવાસીઓ માટે રૂ. ૪૦ હજારથી રૂ. ૧.૫૦ લાખ સુધીના ટૂર પેકેજ લોંચ કર્યા છે. આ ટૂર ઓપરેટરોના જણાવ્યાં પ્રમાણે, ગત લોકસભા-૨૦૧૪ની ચૂંટણીમાં ૧૮૦૦ જેટલા વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યાં હતા ત્યારે આ વખતે આ આંકડો વધીને ૨,૫૦૦ સુધી પહોંચવાનો અંદાજ છે. લોકસભાની ચૂંટણીમાં આવનાર આ પ્રવાસીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફેરવી ચૂંટણીની રેલીઓનો અનુભવ કરાવાય છે અને ઉમેદવારો સાથે મુલાકાત પણ કરાવવામાં આવે છે.

૨૦૧૭ની ચૂંટણીમાં સુદાન, મ્યાનમાર, પેલેસ્ટાઈન, લિબિયા, યુગાન્ડા, નાઈઝર, ઝામ્બિયા, પનામાં અને અલ સાલ્વાડોરના પ્રવાસીઓ રાજ્યની મુલાકાતે આવ્યાં હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં જાપાન, યુએઈ, અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશમાંથી ૧૮૦૦ જેટલા પ્રવાસીઓ આવ્યાં હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં પણ વધુ દેશોના પ્રવાસીઓ ગુજરાત આવે એવી અપેક્ષા ટૂર ઓપરેટરો રાખે છે.

આ વિદેશી પ્રવાસીઓમાં કોણ આવે છે અને મુખ્ય હેતુ શું?

ભારત જેવા દેશમાં આટાલા મોટાપાયે એક સાથે ચૂંટણી યોજાય તેનો અભ્યાસ કરવો અને આખી ચૂંટણી પ્રક્રિયાની વ્યવસ્થા જાણવાનો આ વિદેશી પ્રવાસીઓનો મુખ્ય ઉદેશ હોય છે. જેઓ મોટાભાગે ગ્રામીણ અને શહેરી વિસ્તારની સભાઓ અને રેલીમાં જતા હોય છે. તેમજ કેટલાક ઉમેદવારોની પણ મુલાકાત કરતાં હોય છે. આ પ્રવાસીઓમાં મુખ્યત્વે વિદ્યાર્થી, સંશોધક અને પત્રકારોનો સમાવેશ થતો હોય છે.

ઇલેકશન ટૂરિઝમનો રૂ. ૨૦ કરોડનો કારોબાર

અમદાવાદના ટૂર ઓપરેટરોના અંદાજ પ્રમાણે આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણી નિહાળવા માટે અંદાજે ૨,૫૦૦ જેટલા વિદેશી પ્રવાસીઓ આવશે. ટુર ઓપરેટરો દ્વારા આ માટે વિવિધ પેકેજ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ૭ દિવસના પેકેજ રૂ.૪૦ હજાર અને બે સપ્તાહનું પેકજ રૂ.૧.૫૦ લાખનું નક્કી કરવામાં આવ્યુ છે. સરેરાશ રૂ.૭૫ હજારનું પેકજ ગણીએ તો આ ચૂંટણી દરમિયાન અમદાવાદના ટૂર ઓપરેટરોનો  આશરે રૂ.૨૦ કરોડનો કારોબાર થાય એવો અંદાજ મૂકી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post લો બોલો! લોકસભા ચૂંટણી નિહાળવા 2500 વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં નાખશે ધામા! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/loksabha-elections-will-watch-2500-foreign-tourists-camped-in-gujarat/
via Best Gujarati News

0 Comments