આ એરલાઇન્સ કંપનીના પાઇલટ 1 એપ્રિલથી વિમાન નહીં ઉડાવે, કારણ જાણી રહેશો દંગ
આર્થિક સંકટનો સામનો કરી રેહલી જેટ એરવેઝ કંપની પર હજી પણ ખતરાના વાદળો ઘેરાયાં જોવા મળી રહ્યાં છે. જેટ એરવેઝના એક હજારથી વધારે પાયલટ 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કરી ચૂક્યાં છે. આ પાયલટોને છેલ્લા કેટલાંક મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પાયલટો દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે એરલાઇન બેંકમાંથી રકમ મેળવવામાં નિષ્ફળ ગઇ.
આર્થિક રીતે ખાડે ગયેલી જેટ એરવેઝની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાથી પગાર અને અન્ય ભથ્થાં વિના કામ કરી રહેલાં જેટ એરવેઝના 1,000 કરતાં વધુ પાઇલટોએ પહેલી એપ્રિલથી હડતાલ પર જવાની ધમકી ઉચ્ચારી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં જેટ એરવેઝને ઉગારવા માટે ધિરાણ માટે આગળ આવેલી બેન્કો અને કંપનીઓએ જેટ એરવેઝને હજુ વચગાળાની સહાય ચૂકવી નહીં હોવાથી પાઇલટોને ચાર મહિનાના બાકી પગાર અંગે કોઈ માહિતી ન અપાતાં પાઇલટો રોષે ભરાયાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં પગાર અંગે એરલાઇન્સ દ્વારા નક્કર આશ્વાસન અપાશે તો જ પાઇલટો ફરજ પર હાજર થશે.
પાઇલટોએ તેમના કેટલાંક બાકી ભથ્થાં તાત્કાલિક ચૂકવી દેવાની પણ માગ કરી છે.
ચેરમને પદ છોડવાની સાથે જ જેટ એરવેઝમાં નરેશ ગોયલની ભાગીદારી ઘટીને અડધી થઇ ગઇ છે. પહેલા કંપનીમાં નરેશ ગોયલની 51 ટકા ભાગીદારી હતી, જે હવે ઘટીને 25.5 ટકા થઇ ગઇ છે. આમ આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેજ કંપનીના લગભગ 1000 જેટલા પાયલટ હડતાળ પર ઉતરશે. પહેલી એપ્રિલથી પાયલટે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. એટલું જ નહીં તમામ પાયલટ્સે કંપનીના સી.ઈ.ઓ. વિનય દુબેને પત્ર લખીને પણ આ હડતાળની જાણ કરી છે અને કાયદાકીય પગલા લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
કંપની પાઇલટનો બાકી પગાર ચૂકવવા તૈયાર : જેટ
જેટ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જેટ એરવેઝ સ્પષ્ટ જણાવવા માગે છે કે, હાલની જેટ એરવેઝની તમામ ફ્લાઇટની કામગીરી જળવાઈ રહે તે માટે અમે અમારા પાઇલટો સાથે સતત મંત્રણા કરી રહ્યાં છીએ. જેટ એરવેઝ તેના તમામ પાઇલટ,.એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓના બાકી નીકળતા પગાર ભથ્થાં ચૂકવવા પ્રતિબદ્ધ છે. જેટ એરવેઝને ટકાવી રાખવા માટે અમારા કર્મચારીઓએ ઘણા બલિદાન આપ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ એરલાઇન્સ કંપનીના પાઇલટ 1 એપ્રિલથી વિમાન નહીં ઉડાવે, કારણ જાણી રહેશો દંગ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/jet-airways-pilots-may-go-on-strike/
via Best Gujarati News
0 Comments