ભારત રત્ન અને સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને વિવિધ પોસ્ટ કરી ફેન્સ સાથે જોડાયેલ છે. જ્યારે હવે લતા મંગેશકરના ફેન્સ માટે એક સારી ખબર છે. તાજેતરમાં લતા મંગેશકરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહેલી એક કવિતા ‘સૌગંધ મુઝે ઈસ મિટ્ટી કી’ને ગીતના રૂપે રેકોર્ડ કરી છે. પીએમ મોદીની આ કવિતાને લતા મંગેશકરના અવાજમાં સાંભળીને તમારો પણ આત્મવિશ્વાસ વધી જશે.

આ વીડિયોની શરૂઆતમાં લતા મંગેશકર કહે છે કે થોડા દિવસ પહેલા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં એક કવિતાની અમુક પંક્તિઓ સાંભળી. જે મને દરેક ભારતીયના મનની વાત લાગી. આ પંક્તિઓ મારા મનને પણ સ્પર્શી જેથી મે તેને ગીતનું રૂપ આપી રેકોર્ડ કર્યું છે અને આજે આને દેશના વીર જવાનોને અને દેશના લોકોને સમર્પિત કરું છું.

લતા મંગેશકરની પોસ્ટ બાદ પીએમ મોદીએ પણ તેમના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટથી આ ગીતને શેર કર્યું છે અને લતા મંગેશકરની પોસ્ટને રિટ્વિટ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો છે અને તેમના પ્રેમ અને આશીર્વાદને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post PM મોદીની કવિતા ‘સૌગંધ મુઝે ઈસ મિટ્ટી કી’ને સુર સામ્રાજ્ઞીએ આપ્યો અવાજ…Video appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/lata-mangeshkar-has-sung-poem-of-pm-modi/
via Best Gujarati News

0 Comments