મલ્ટી સ્ટારર ફિલમ ‘કલંક’નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ મેકર કરણ જોહરે ટ્વિટ કરી આ માહિતી આપી છે. આ ગીતના બોલ છે ‘કલંક નહીં ઇશ્ક હૈ કાજલ પિયા’. આ ટાઇટલ સોંગમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવનની કમાલની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ સાથે આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હાનો સ્પેશિયલ બોન્ડ પણ જોવાઈ રહ્યો છે.

આ ગીતને સિંગર અરિજીત સિંહ અને શિલ્પા રાવે ગાયું છે. જ્યારે અમિતાભ ભટ્ટાચાર્યનું લખાણ છે. ઉપરાંત ગીતને મ્યુઝિક પ્રીતમે આપ્યું છે. કરણ જોહરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતનો વીડિયો રિલીઝ કર્યો છે જેને ફેન્સનો ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગીતને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે જ્યારે કેટલાક યૂઝર્સે તો આને ‘સોંગ ઓફ ધ ઈયર’ પણ કહ્યુ્ં છે.

ઉલ્લેખનીય છે કલંકનું ટાઇટલ સોંગ પહેલા શુક્રવારે રિલીઝ થવાનું હતું. પરંતુ કોઈ કારણસર એવું ન થતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર ફેન્સથી મોડું થવા બદલ માફી પણ માંગી હતી. જ્યારે શનિવારે આ ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક વર્માએ કર્યું છે. ફિલ્મ 17મી એપ્રિલ 2019ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિંહા, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રિલીઝ થયું ‘કલંક’નું મોસ્ટ અવેટેડ ટાઇટલ ટ્રેક, આલિયા-વરુણની જોરદાર કેમિસ્ટ્રી appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/kalank-title-track-has-been-released-alia-and-varun-awesome-cemetery/
via Best Gujarati News

0 Comments