શુક્રવારનાં IPLની થયેલી મેચમાં હૈદરાબાદે એક ઑવર રહેતા જ જીત મેળવી લીધી. ટીમની આ જીતમાં તેમના ઑપનર બેટ્સમેન ડેવિડ વૉર્નરનું મહત્વનું યોગદાન હતુ. રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 20 ઑવરમાં 198 રનોનું વિશાળ લક્ષ્યાંક હૈદરાબાદ સામે રાખ્યું હતુ, ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સની શરૂઆત સારી રહી અને ત્યારબાદ તેમના ઑપનર બેટ્સમેન્સે પાવર પ્લેમાં જ 69 રન બનાવી દીધા હતા. વૉર્નરની ધુંઆધાર ઇનિંગે રાજસ્થાનની આશાઓ પર પાણી ફેરવી દીધું હતુ. જણાવી દઇએ કે આ ત્રીજીવાર છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાનને પોતાના ઘરઆંગણે હરાવ્યું હોય.

હૈદરાબાદનાં ઑસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વૉર્નરે શરૂઆતથી જ ધમાકેદાર બેટિંગ કરી અને માત્ર 37 બૉલ પર 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 69 રન બનાવી દીધા હતા. વૉર્નરની આ ઇનિંગે બૉલર્સનાં પરસેવા છોડાવી દીધા હતા. વૉર્નર જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કૉર 110 રન હતો અને ત્યારે ઇનિંગની અડધી ઑવર પણ પૂર્ણ નહોતી થઇ.

ડેવિડ વૉર્નરે જતા સમયે પોતાની ટીમને એવી સ્થિતિએ પહોંચાડી દીધી હતી કે જ્યાંથી જીત એકદમ સરળ હતી. આ ઇનિંગમાં અડધી સદી ફટકારતા જ ડેવિડ વૉર્નરે IPLમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આઇપીએલમાં વૉર્નરની આ 38મી અડધી સદી હતી. આ પહેલા કેકેઆરની સાથે થયેલી મેચમાં પણ વૉર્નરે અડધી સદી ફટકારીને ગૌતમ ગંભીરનો રેકૉર્ડ તોડ્યો હતો અને હવે પોતાના શાનદાર ફૉર્મને ટકાવી રાખતા વધુ એક અડધી સદી ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે બૉલ ટેમ્પરિંગ વિવાદ બાદ ડેવિડ વૉર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ ક્રિકેટમાં તેની ઇનિંગને જોઇને કહી ના શકાય કે તે એક વર્ષથી ક્રિકેટથી દૂર હતો. આપણે જો અત્યારે IPLનાં અત્યારનાં દરેક ખેલાડીની વાત કરીએ તો સુરેશ રૈનાની 35 અડધી સદી છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાત કરીએ તો બંનેનાં નામે 34-34 અડધી સદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post IPLમાં અડધી સદી ફટકારવાનાં મામલે આ વિદેશી ખેલાડી સૌથી આગળ, કોહલી-રૈનાને પછાડ્યા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/david-warner-hits-highest-fifties-in-ipl/
via Best Gujarati News

0 Comments