નૉ-બૉલ વિવાદ પર પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, “ક્રિકેટને એમ્પાયર્સની જરૂર નથી”
રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થયેલી મેચમાં ‘નૉ-બૉલ’ વિવાદ પર ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને નવી ચર્ચાને જન્મ આપ્યો છે. તેમનું માનવું છે કે ક્રિકેટમાં હવે એમ્પાયર્સની જરૂર નથી. આનું સૌથી મોટુ કારણ છે ટેકનોલોજી. આઉટ હોય કે અન્ય કોઇ પણ નિર્ણય ટેકનોલોજીની મદદથી લઇ શકાય છે તો પછી એમ્પાયરની શું જરૂર? સાથે જ તેણે આને એક ટૂર્નામેન્ટમાં પ્રયોગ કરવાની વાત કરી છે.
પીટરસને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ક્રિકેટને હવે એમ્પાયર્સની જરૂર ના હોવી જોઇએ. તેને એવા લોકોની જરૂર છે જે રમતને કંટ્રોલ કરી શકે અને તેને રમાડી શકવામાં સક્ષમ હોય.’ તેણે તેના ટ્વિટમાં આગળ લખ્યું કે, ‘આઉટનાં દરેક પ્રકાર હવે ટેકનોલોજી દ્વારા નક્કી કરવામાં આવે છે. બની શકે કે યૂકેમાં 100 બૉલ ટૂર્નામેન્ટમાં આના વિશે વિચારી શકાય.’
Cricket shouldn’t need umpires anymore!
It only needs someone to:
1. control the game.
2. Keep speed of play up.All modes of dismissals can be decided with technology now anyway!
Maybe the 100 Ball comp in UK should think about this…????
— Kevin Pietersen🦏 (@KP24) March 30, 2019
શું છે સંપૂર્ણ ઘટના?
મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચમાં અંતિમ બૉલ ‘નૉ બૉલ’ આપવામાં આવ્યો નહતો. જો કે રીવ્યૂમાં જોવા મળ્યું હતુ કે આ નૉ બૉલ હતો. બેંગલોરને અંતિમ બૉલ પર 7 રનની જરૂર હતી. જો નૉ-બૉલ આપવામાં આવ્યો હોત તો બેંગલોરને ફ્રી હિટ મળી હોત અને બેટિંગમાં ધાકડ એબી ડીવિલિયર્સ હતો જે સારી બેટિંગ કરી રહ્યો હતો. જો કે નૉ-બૉલ ના આપવાનાં કારણે બેંગલોરની હાર થઇ હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું હતુ કે, “આ આઇપીએલ છે, ક્લબ ક્રિકેટ નહીં. એમ્પાયરે પોતાની આંખો ખુલ્લી રાખવી જોઇતી હતી.” તો રોહિત શર્માએ કહ્યું કે, “જ્યારે તેઓ મેદાનની બહાર ગયા ત્યારે કોઇએ જણાવ્યું નહોતુ કે નૉ-બૉલ હતો. આ આ પ્રકારનાં નિર્ણય રમત માટે સારા નથી.”
પૂર્વ ક્રિકેટર્સે કહ્યું, ‘માફીને લાયક નથી આ ભૂલ’
આ મામલે પૂર્વ ક્રિકેટર્સ અને ફેન્સે પણ નારાજગી દર્શાવી હતી. ક્રિકેટરથી કૉમેન્ટેટર બનાવેલા સંજય માંજરેકરે ટ્વિટ કર્યું હતુ કે, ‘આજે રાત્રે ઉચ્ચ ગુણવત્તાવાળી ક્રિકેટ. વાહ! યુવી, હાર્દિક, ઉમેશ, વિરાટ, એબી, બુમરાહ અને મલિંગા સૌ રમતને નવી ઊંચાઈએ લઇ જઇ રહ્યા છે, પરંતુ તે અંતિમ બૉલ પર નૉ-બૉલ મિસ થવાની સાથે જ બધુ બેકાર ગયું. ક્ષમા યોગ્ય નથી આ ભૂલ.’ આ ઉપરાંત અન્ય ઘણા દિગ્ગજોએ ઝાટકણી કાઢી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post નૉ-બૉલ વિવાદ પર પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, “ક્રિકેટને એમ્પાયર્સની જરૂર નથી” appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/kevin-pietersen-said-that-cricket-does-not-need-umpires/
via Best Gujarati News
0 Comments