રવિચંદ્રન અશ્વિનની કેપ્ટનશિપવાળી પંજાબની ટીમ ઇન્ડિયન ટી-20 લીગમાં શનિવારનાં મુંબઈ સામે ઉતરશે. આ બંને ટીમોની આઈપીએલ 2019માં ત્રીજી મેચ હશે. બંને ટીમો એક-એક મેચ જીતી છે અને એક-એક મેચમાં હારી છે. રોહિત શર્માની કેપ્ટનશિપવાળી મુંબઈ ટીમે પહેલી મેચ હાર્યા બાદ, બીજી મેચ જીતી છે. તે જીતની રિધમને આગળ વધારવા ઇચ્છશે. બીજી તરફ માંકડિંગ વિવાદમાં પહેલી મેચ જીતનારી પંજાબની ટીમ બીજી મેચમાં હારી હતી. તેની પર જીતવાનો દબાવ છે. સાંજે 4 વાગ્યે બંને ટીમો એકબીજા સામે ટકરાશે.

પહેલી મેચમાં માંકડિંગ કરવાનાં કારણે કિંગ્સ ઇલેવન પંજાબનાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિનની આલોચના કરવામાં આવી હતી. તો બીજી મેચમાં સર્કલની અંદર 4 ખેલાડી ના રાખવાની કિંમત તેમની ટીમે ભોગવવી પડી હતી. રસેલ આઉટ થયો હોવા છતા તેને નૉટ આઉટ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ધુંઆધાર બેટિંગમાં પંજાબનો પરાજય થયો.

પંજાબનો ક્રિસ ગેલ સુપર ફૉર્મમાં છે. તેણે રાજસ્થાન સામે 47 બૉલમાં 79 રન બનાવ્યા હતા. તો સરફરાજ અહમદે 29 બૉલમાં 46 રન ફટકાર્યા હતા. જો કે લોકેશ રાહુલનું ફૉર્મ ચિંતાનો વિષય છે. બીજી તરફ મુંબઈની ટીમમાં રોહિત શર્મા, યુવરાજ સિંહ અને હાર્દિક પંડ્યા ફૉર્મમાં છે અને તેઓ ટીમને જીત અપાવવા માટે સક્ષમ છે. સૂર્યકુમાર યાદવ પણ ટીમને વિશાળ સ્કૉર સુધી પહોંચાડવા માટે સક્ષમ છે. બૉલિંગમાં બુમરાહ, મલિંગા જેવા ધાકડ બૉલર વિરોધી ટીમનાં ડાંડિયા ડૂલ કરીને ટીમને વિજય અપાવવા માટે તલપાપડ હશે.

મુંબઈએ આ પહેલાની મેચમાં બેંગલોરને પરાજય આપ્યો હતો. મુંબઈએ બેંગલોરને 5 વિકેટે 181 રન સુધી સિમિત રાખ્યું હતુ. ટીમની આ જીતનો શ્રેય હાર્દિક પંડ્યા 14 બૉલમાં 32 રન અને જસપ્રીત બુમરાહ 20 રની આપીને 3 વિકેટને જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post IPL 2019: આજે પંજાબ સામે ટકરાશે મુંબઈ, જીતનાં દબાવમાં ઉતરશે અશ્વિનની ટીમ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kxip-will-take-on-to-mumbai-indians-in-ipl-2019/
via Best Gujarati News

0 Comments