ઝંઝાવાતી બોલ દ્વારા બેટ્સમેનોને ધ્રુજાવતા ફર્ગ્યૂસન અને રબાડા
આઇપીએલમાં હાઇએસ્ટ વિકેટે માટેની પર્પલ કેપ માટેની હોડ શરૂ થઇ ચૂકી છે પરંતુ કેટલાક બોલર્સ સરેરાશ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિશ્વના સ્ટાર બેટ્સમેનો ધ્રુજાવી રહ્યા છે તે તરફ ભાગ્યે જ કોઇ ધ્યાન આપે છે. આઇપીએલમાં લોંગેસ્ટ સિક્સરની જેમ સ્પિડ ગન દ્વારા ફાસ્ટેસ્ટ બોલને પણ નોંધવામાં આવે છે. પ્રત્યેક સિઝનમાં કોઇ નવા બોલરે ફાસ્ટેસ્ટ બોલ નાખ્યો અને આ રેકોર્ડના ઇતિહાસમાં ડેલ સ્ટેઇન મોખરાના સ્થાને છે. તેણે ૨૦૧૨ની સિઝનમાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ તરફથી ૧૫૪.૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ નાખ્યો હતો.
મોર્ને મોર્કેલનો ફાસ્ટેસ્ટ બોલ ના નોંધાયો
૨૦૧૩માં હોક આઇમાં ખામી હોવાના કારણે દિલ્હી ડેરડેવિલ્સના મોર્ને મોર્કેલે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિસ ગેઇલ સામે ૧૭૩.૯ની ઝડપે બોલ નાખ્યો હતો. જોકે હોક આઇ ટેક્નિકમાં ખામી સર્જાયેલી હોવાના કારણે આ બોલ સત્તાવાર રીતે રજિસ્ટર્ડ થઇ શક્યો નહોતો. ત્યારબાદ બોલને ટ્રેક કરવા તથા સ્પીડ માપવા માટે ચાર કેમેરાની સરેરાશ ૭૨ ફ્રેમ્સ ભેગી કરવામાં આવી હતી પરંતુ સ્પીડ માપવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ટેલિકાસ્ટ કંપનીએ મોર્કેલની માફી પણ માગી હતી.
૨૦૧૯માં ફર્ગ્યૂસન અને રબાડા મોખરાના સ્થાને
આઇપીએલની વર્તમાન સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ટોપ-૫ ફાસ્ટેસ્ટ બોલના લિસ્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સના લોકી ફર્ગ્યૂસન અને દિલ્હી કેપિટલ્સનો કાગિસો રબાડા છવાયેલા રહ્યા છે. ફર્ગ્યૂસને ૧૫૧.૬૯ તથા ૧૫૧.૩૮ની સ્પિડે બોલ નાખીને લિસ્ટમાં પ્રથમ બે સ્થાન હાંસલ કર્યા છે. ત્યારબાદ રબાડાએ ૧૫૦.૯૯ તથા ૧૫૦.૯૬ની ઝડપે બોલ નાખીને યાદીમાં અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન મેળવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવદીપ સૈની ૧૪૯. ૬૩ની ઝડપે બોલ નાખવામાં સફળ રહ્યો હતો.
છેલ્લી નવ સિઝનના પ્રથમ ફાસ્ટેસ્ટ બોલ
IPLમાં ૨૦૧૮માં ટોપ-૧૦ ફાસ્ટેસ્ટ બોલની સરેરાશ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. રાજસ્થાન રોયલ્સના જોફ્રી આર્ચરે ૧૫૨.૩૯ની સ્પીડથી, ૨૦૧૭માં દિલ્હી ડેરડેવિલ્સનો પેટ કમિન્સ (૧૫૩.૫૬), ૨૦૧૬માં જેસન હોલ્ડર (૧૫૦.૩૧), ૨૦૧૫માં પંજાબનો મિચેલ જ્હોનસન (૧૫૧.૧૧), ૨૦૧૪માં હૈદરાબાદનો ડેલ સ્ટેઇન (૧૫૨.૪૪), ૨૦૧૩માં રાજસ્થાનનો શૌન ટૈટ (૧૫૩.૪૩), ૨૦૧૨માં હૈદરાબાદનો સ્ટેઇન (૧૫૪.૪૦) ફાસ્ટેસ્ટ બોલ નાખી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ઝંઝાવાતી બોલ દ્વારા બેટ્સમેનોને ધ્રુજાવતા ફર્ગ્યૂસન અને રબાડા appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/hurricane-ball-by-bat/
via Best Gujarati News
0 Comments