કુદરત ક્યારેક એવા ચમત્કારો કરે છે કે માણસ વિચારતો થઇ જાય. આવી જ એક આશ્વર્યજનક ઘટના અમેરિકામાં બની છે. અહીં બીજી વખત એક જ હોસ્પિટલની ઘણી નર્સો એક સાથે પ્રેગનન્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વખતે અહીં અમેરિકાના પોર્ટલેન્ડમાં આવેલા મેન મેડિકલ સેન્ટરની એક સાથે નવ નર્સો પ્રેગનન્ટ થઇ છે. આ બધી નર્સો હોસ્પિટલના ડિલીવરી યુનિટની છે જેઓની ડિલેવરી એપ્રિલથી જુલાઇ વચ્ચે થવાની છે.

હોસ્પિટલે તેમના ફેસબુક પેજ પર આ નર્સોનો બેબી બંપ સાથેનો ફોટો શેર કર્યો છે. ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે How’s this for a baby boom ? વધુમાં હોસ્પિટલે લખ્યું છે કે અમારી નવ નર્સ (ફોટોમાં આઠ છે) એપ્રિલ થી જુલાઇ વચ્ચે બાળકને જન્મ આપશે. આ માટે તેમને ખુબ ખુબ અભિનંદન. 

ફોટોમાં જોઇ શકાય છે કે બધી નર્સે તેમની ડિલીવરી ડેટના પોસ્ટકાર્ડ સાથે જોઇ શકાય છે જેઓ બે થી ત્રણ મહિનામાં તેમના બાળકોને જન્મ આપશે.

હોસ્પીટલની આ ફેસબુક પોસ્ટને અંદાજે 2700 લાઇક્સ મળી ચુકી છે અને 450 કરતાં વધારે કોમેન્ટ આવી ચુકી છે. આ પોસ્ટ 700 કરતા વધારે લોકોએ શેર કરી છે. એક મજાકીયા વ્યક્તિએ કોમેન્ટસમાં એવું પણ લખ્યું છે કે ચોક્કસ ત્યાંના પાણીમાં કંઇક હોવું જોઇએ. ઘણા લોકોએ આ ઘટના અંગે આશ્વર્ય વ્યકત કર્યું છે તો કેટલાકે અભિનંદન પાઠવ્યા છે. તો કેટલાકે એવું કહ્યું છે કે ‘they have a plan’.

હોસ્પિટલના જણાવ્યા અનુસાર આ બધી નર્સ એક જ યુનિટીમાં ડિલેવરી રૂમમાં પણ જોવા મળશે અને તેઓએ એકબીજાના સપોર્ટ માટે ડિલેવરી રૂમમાં પણ સાથે રહેવાનું નક્કી કર્યું છે. હોસ્પીટલ અને નર્સો પણ તેમની ડિલેવરીને લઇને ઉત્સાહિત છે જેમાંથી કેટલીક તેમના પ્રથમ તો અન્ય તેમના બીજા કે ત્રીજા સંતાનને જન્મ આપવા જઇ રહી છે.

અમેરિકામાં ગયા વર્ષે પણ આવી ઘટના બની હતી

ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં અમેરીકામાં એક આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના એરિઝોનામાં એક જ હોસ્પિટલની 16 નર્સ એક સાથે પ્રેગનન્ટ થઇ ગઇ હતી. આ નર્સ બેનર ડેઝર્ટ મેડિકલ સેન્ટરના આઇસીયુમાં કામ કરતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post એક સાથે પ્રેગનન્ટ થઇ આ હોસ્પિટલની નવ નર્સો, લોકોએ વ્યકત કર્યું આશ્વર્ય ! appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/9-nurses-pregnant-at-the-same-time-at-this-delivery-unit-hospital/
via Best Gujarati News

0 Comments