બાલાકોટમાં ભારતે કરેલી ખતરનાક એર સ્ટ્રાઈકને એક મહિનાથી પણ વધારે સમય વીતિ ગયો છે. ત્યારે બાલાકોટમાં કશું જ ના થયુ હોવાના દુનિયા સમક્ષ દાવાઓ કરનારૂ પાકિસ્તાન છેક હવે પત્રકારોને એર સ્ટ્રાઈકના ઘટનાસ્થળે લઈ ગયું છે. પાકિસ્તાને એર સ્ટ્રાઈકન 32 દિવસમાં હુમલાના લગભગ તમામ પુરાવાઓ મિટાવી દીધા છે જેનાથી એ બાબત સાબિત ના થઈ શકે કે ભારતની કાર્યવાહીમાં તેના આતંકી કેમ્પોને કોઈ નુંકશાન થયું છે.

સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે, પાકિસ્તાની સૈન્ય મીડિયાની ટીમને કેમ્પના બીજા જ ભાગમાં લઈ ગઈ છે જ્યાં કોઈ હુમલો જ નથી કરવામાં આવ્યો. જ્યાં ભારતીય સેનાએ હુમલા કર્યા હતા ત્યાં નહીં.

સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને બાલાકોટનુ સ્વરૂપ બદલ્યા બાદ દુનિયાને એવું દેખાદવાનો પ્રયાસ કર્યો છે જેનાથી લાગે કે આ કોઈ સામાન્ય મદરેસા નથી. 28 માર્ચના રોક 8 મીડિયા ટીમના સભ્યો બાલાકોટમાં આવેલા આતંકી કેમ્પમાં પ્રવેશે તે પહેલા જ લગભગ 300 જેટલા બાળકોને કેમ્પમાં હાજર રાખવામાં આવ્યા હતાં. તેવી જ રીતે તમામ બાળકોને પહેલાથી જ સિખડાવવામાં આવ્યું હતું કે, તેમને મીડિયા સમક્ષ શું બોલવાનું છે.

ભારતીય હવાઈ દળે એર સ્ટ્રાઈક કરી ત્યાર બાદ જ પાકિસ્તાની સેનની ફ્રંટિયર કોરને અહીં તૈનાત કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ચુપચાપ અહીંથી આતંકીઓના તમામ મૃતદેહોને હટાવી લેવામાં આવ્યા અને નુંકશાનગ્રસ્ત કેમ્પને ફરીથી એકવાર જેવો હતો તેવો જ બનાવી દેવામાં આવ્યો. અને આ કારણે જ એર સ્ટ્રાઈકના 32 દિવસ સુધી પાકિસ્તાને દુનિયાના કોઈ પણ મીડિયાને અહીં પ્રવેશવા દીધા નહોતા. હવે બધુ સમુ સુતરૂં કરી નાખ્યા બાદ મીડિયાને આતંકી કેમ્પમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે મીડિયાના માધ્યમથી પાકિસ્તાન પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કરશે.

ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી એ હદે ડરેલું છે કે, તેને તમમા આતંકી જુથોને સૂચના આપી દીધી છે કે, તેઓ પીઓકેમાં આવેલા આતંકી કેમ્પોમાંથી બહાર નિકળે તે દરમિયાન પાકિસ્તાની સેનાની વરદી પહેરે, જેનાથી ભારતીય એજન્સીઓની રડારમાં આવવાથી બચી શકે. પાકિસ્તાની સૈન્ય, આઈએસઆઈએએ આ મહિને જ 16 માર્ચે આતંકવાદીઓના ટોચના કમાંડર સાથે બેઠક કરીને આ નિર્દેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બાલાકોટ એર સ્ટ્રાઈકના 32 દિવસ બાદ પત્રકારોને જૈશના કેમ્પ દેખાડવા લઈ ગયું પાકિસ્તાન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/after-32-days-iaf-air-strike-pakistan-army-takes-team-of-media-to-balakot/
via Best Gujarati News

0 Comments