દુનિયાના અનેક દેશો ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટ (બેલ્ટ એંડ રોડ ઈનીશિએટિવ) એ દેશો માટે આર્થિક સહયોગ ઓછો ને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો વધારે બની રહ્યો છે. હવે બરાબર જ્યારે ચીન પેઈચિંગ બેલ્ટ એંડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યો છે ત્યારે જ અમેરિકાએ ચીનને દુનિયા સામે ખુલ્લુ પાડ્યું છે.

બીઆરઆઈને વન બેલ્ટ વન રોડ (ઓબીઓઆર) પણ કહેવામાં આવે છે. ચીનનો દાવો છે કે, અબજો ડોલરનો આ પ્રોજેક્ટ એશિયા, આફ્રિકા, ચીન અને યૂરોપ વચ્ચે કનેક્તિવિટી અને સહયોગ વધારશે. આ મામલે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે, ચીનનું આ પગલું અમેરિકા અને તેના મિત્ર અને સહયોગીઓ માટે સુરક્ષાને લઈને ખતરો છે.

નેશનલ રિવ્યૂ ઇંસ્ટિટ્યૂટના 20019 આઈડિયા સમિટમાં લેખક અને પત્રકાર રિચ લોરી સાથે વાત કરતા માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે, તે દક્ષિણ ચીન સાગરમાં એટલા માટે આગળ વધી રહ્યા નથી કારણ કે તેમને નેવિગેશનની આઝાદી જોઈએ. દુનિયાભરમાં બંદર બનાવવા પાછળ તેનો ઉદ્દેશ્ય સારા શિપબિલ્ડર બનવાનો નથી પણ તેના ઘણા પગલાં સંબંધિત દેશો માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ છે. બેલ્ટ એન્ડ રોડ પહલ (બીઆરઆઈ) સાથે પણ આવું જ છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે દુનિયા આ ખતરાને લઈને જાગૃત થઈ રહી છે. મને લાગે છે કે વિશેષ કરીને એશિયા અને દક્ષિણ-પૂર્વી એશિયા આ ખતરાને લઈને જાગૃત થઈ રહ્યા છે અને મને આશા છે કે વિદેશ મંત્રાલય એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ભારતે બીઆરઆઈમાં સીપીઇસીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી થઈને જાય છે. આ ત્રણ હજાર કિલોમીટરની પરિયોજનાનો ઉદ્દેશ્ય ચીન અને પાકિસ્તાનને રેલ, રસ્તા, પાઇપલાઇન અને ઓપ્ટિકલ ફાયબર કેબલ નેટવર્કથી જોડવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અમેરિકાનો ચીનને સણસણતો તમાચો, OBOR સહિતના પ્રોજેક્ટ પર જ પ્રશ્નાર્થ!!! appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/chinese-connectivity-projects-across-the-world-have-national-security-element-mike-pompeo/
via Best Gujarati News

0 Comments