IPL: આજે SRH અને RR વચ્ચે જંગ,ઑસ્ટ્રેલિયાનાં આ બે ધુરંધરો એક-બીજા પર પડશે ભારે
IPL-12 મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સની ટીમ હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સામ-સામે હશે. બંને ટીમો આ સીઝનમાં પોતાની પહેલી મેચ હારી ચુકી છે. હૈદરાબાદને કોલકાતા નાઇટ રાઇડર્સે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબે હાર આપી હતી. રાજસ્થાનનાં બેટ્સમેન જોસ બટલર પંજાબનાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિન સાથેનાં માંકડ વિવાદને ભૂલીને આજે બેટિંગ કરવા ઉતરશે. તેમની ટીમ પંજાબ સામે અંતિમ 4 ઑવર્સમાં 39 રન પણ બનાવી શકી નહોતી.
ઠીક આ રીતે હૈદરાબાદની ટીમ પણ પોતાની આગળની મેચને ભૂલીને મેદાનમાં ઉતરશે. આ મેચમાં પૂર્વ કેપ્ટન ડેવિડ વૉર્નરની વિસ્ફોટક બેટિંગનાં દમ પર હૈદરાબાદે 181 રન બનાવ્યા હતા, પરંતુ આંદ્રે રસેલે 19 બૉલમાં 49 રન બનાવીને હૈદરાબાદને હરાવ્યું હતુ. બંને ટીમો પોતાના આ પ્રદર્શનને ભૂલાવીને નવી શરૂઆત કરવા મેદાને ઉતરશે. જ્યાં એક તરફ હૈદરાબાદને પોતાની બૉલિંગમાં સુધારો કરવાની જરૂર છે તો રાજસ્થાનને પોતાની બેટિંગમાં સુધારો કરવાની જરૂર છે. રાજસ્થાને ફક્ત આંજિક્ય રહાણે અને બટલર પર જ આધાર ના રાખીને સારી બેટિંગ કરવી પડશે. તો હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન આ મેચમાં પુનરાગમન કરે તેવી શક્યતા છે. ગત મેચમાં તે ઇજાગ્રસ્ત હતો અને તેના સ્થાને ભુવનેશ્વર કુમારે કેપ્ટનશિપ કરી હતી.
રાજસ્થાન પાસે જોસ બટલર, આંજિક્ય રહાણે, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક્સ જેવા ધુરંધર ખેલાડીઓ છે જે ગમે ત્યારે મેચનું પાસુ પલટી શકે છે. બોલર્સમાં ધવલ કુલકર્ણી અને સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમ અને જયદેવ ઉનડકટ પણ વિકેટ નીકાળવા માટે સક્ષમ છે. બીજી તરફ હૈદરાબાદ પાસે ડેવિડ વૉર્નર, કેન વિલિયમ્સન, વિજય શંકર, મનીષ પાંડે, યુસૂફ પઠાણ અને શાકિબ-અલ-હસન જેવા ખેલાડીઓ છે જે બેટિંગ લાઇનને ધારદાર બનાવે છે. બૉલિંગમાં ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાન ગમે તેવા બેટ્સમેન પર ભારે પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL: આજે SRH અને RR વચ્ચે જંગ,ઑસ્ટ્રેલિયાનાં આ બે ધુરંધરો એક-બીજા પર પડશે ભારે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/today-srh-will-take-on-to-rr-in-ipl-match/
via Best Gujarati News
0 Comments