આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજી સૌકોઈની નજર ઓસ્ટ્રેલિયાના બંને દિગ્ગજ ખેલાડીઓ કે જેઓ સસ્પેન્સન પુરૂ કરીને ફરી આઈપીએલમાં જોવા મળશે. બંને ટીમો જીત મેળવવા મેદાને ઉતરશે.

આજે હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નર તો રાજસ્થાન રોયલ્સ તરફથી સ્ટિવન સ્મિથ મેદાને પડશે. બીજી બાજુ હૈદરાબાદની ટીમમાં કેન વિલિયમ્સન પરત આવતા બેટિંગ લાઇનઅપ મજબૂત બની છે.

આઈપીએલની આ સિઝનમાં હૈદરાબાદનો પ્રથમ મેચમાં કોલકાતા સામે પરાજય થયો હતો. તો રાજસ્થાન રોયલ્સનો પોતાના જ ઘરમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે પરાજય થયો હતો. જેથી બંને ટીમો પોતાની પ્રથમ જીત મેળવવા પ્રયત્ન કરશે.

રાજસ્થાન અને હૈદરાબાદ અત્યાર સુધી સાત વખત ટકરાયા છે. જેમાં ચાર મેચમાં રાજસ્થાનનો અને ત્રણ મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. જોકે પોતાના હોમ ગ્રાઉન્ડ સ્ટેડિયમમાં બંને મેચમાં હૈદરાબાદે બાજી મારી છે.

બંને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ – અજિંક્ય રહાણે, જોશ બટલર, સ્ટિવન સ્મિથ, રાહુલ ત્રિપાઠી, સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, કે ગૌતમ, ધવલ કુલકર્ણી, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ.

સનરાઇઝર્સ હૈદરાબાદ – કેન વિલિયમ્સન, બેરિસ્ટો, ડેવિડ વોર્નર, મનીષ પાંડે, સિદ્ધાર્થ કૌલ, નદીમ, ભુવનેશ્વર કુમાર, વિજય શંકર, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, સંદીપ શર્મા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post IPL-12 SRH vs RR : ટોસ જીતી રાજસ્થાનની પહેલી બીટિંગ, આ બે ખેલાડી પર નજર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/srh-vs-rr-ipl-2019-slow-start-for-rajasthan-royals/
via Best Gujarati News

0 Comments