હૈદરાબાદનો ૫ વિકેટે વિજય, સેમસનની અણનમ સદી એળે
। હૈદરાબાદ ।
ઓપનર ડેવિડ વોર્નર (૬૯) તથા બેરિસ્ટોએ (૪૫) પ્રથમ વિકેટે ૧૧૦ રનની આક્રમક ભાગીદારી નોંધાવતા હૈદરાબાદે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં રાજસ્થાનની ટીમને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર રાજસ્થાનના બે વિકેટે ૧૯૮ રનના જવાબમાં હૈદરાબાદની ટીમે છ બોલ બાકી રાખીને પાંચ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિજય શંકરે ૧૫ બોલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાનના પરાજયના કારણે સેમસનની શાનદાર સદી એળે ગઇ હતી.
રહાણે અને સેમસને રાજસ્થાન માટે બીજી વિકેટે ૧૧૯ રનની ભાગીદારી નોંધાવી હતી. રહાણે ત્રણ સિક્સર અને ચાર બાઉન્ડ્રી વડે ૭૦ રન બનાવીને આઉટ થયો હતો. સંજુએ ૫૫ બોલમાં ૧૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હૈદરાબાદનો ૫ વિકેટે વિજય, સેમસનની અણનમ સદી એળે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/hyderabad-5-wicket-win/
via Best Gujarati News
0 Comments