મુંબઈ સામે મળેલી હારને આરસીબીનો કેપ્ટન કોહલી પચાવી શક્યો નથી. અને પચાવી પણ કેમ શકે કારણ કે આ હારનું મુખ્ય કારણ એમ્પાયરની ભૂલ ગણાવવામાં આવી રહી છે. અંતિમ બૉલ પર 7 રનની જરૂર હતી, પરંતુ આરસીબી કરી શકી નહોતી. જો કે મલિંગાએ ફેંકેલો અંતિમ બૉલ નો બૉલ હતો, પરંતુ એમ્પાયરનું ધ્યાન નહોતુ જેના કારણે નો બૉલ મિસ થયો અને મુંબઈની ટીમનો વિજય થયો હતો. મલિંગાની આ બૉલનો જ્યારે રીપ્લે જોવામાં આવ્યો તો તેમાં મલિંગાનો પગ ક્રીઝની બહાર જોવા મળી રહ્યો હતો. નિયમો પ્રમાણે આ બૉલ નો બૉલ હતો. એમ્પાયરની આ મોટી ભૂલનાં કારણે કોહલી ગુસ્સે ભરાયો હતો.

એક રીપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દ્રશ્ય જોયા બાદ તરત જ કોહલી મેચ રેફરીનાં રૂમમાં ગયો હતો અને તેમને ખરા-ખોટી સંભળાવી હતી. જો કે કોહલીનાં ત્યાં જવાથી કોઇ ફાયદો થયો નહોતો. કેમકે બેટ્સમેન ક્રીઝની બહાર આવી ગયા હતા અને મેચ પણ પૂર્ણ થઇ ગઇ હતી. આ કારણે મુંબઈની જીત થઇ. બીજી તરફ જો એમ્પાયરે આ બૉલને નો બૉલ આપ્યો હોત તો બેંગલુરૂની ટીમને ફ્રી હિટ મળી હોત અને સ્ટ્રાઇક પર અનુભવી એબી ડિવિલિયર્સ હોત જે શાનદાર લયમાં જોવા મળી રહ્યો હતો. આવું થવા પર રૉયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થઇ શક્યો હોત.

કોહલીએ મેચ બાદ કહ્યું કે, “આપણે IPLનાં સ્તર પર રમી રહ્યા છીએ. આ કોઈ ક્લબ ક્રિકેટ નથી. એમ્પાયરની આંખો ખુલ્લી હોવી જોઇએ, આ મોટો નો બૉલ હતો. અંતિમ બૉલ પર આ નિરાશાજનક નિર્ણય હતો. જો આવા પ્રકારનાં નિર્ણય આવે છે તો મને નથી ખબર કે શું થઇ રહ્યું છે. એમ્પાયરે વધારે સજાગ રહેવું જોઇએ.” ખાસ વાત એ છે કે રવિ ઘણા વર્ષોથી ICCની એલીટ પેનલમાં એકમાત્ર ભારતીય એમ્પાયર છે. રોહિત શર્માએ પણ મેચ બાદ એમ્પાયરિંગનાં સ્તરની આલોચના કરી હતી. તેણે કહ્યું કે, “ઇમાનદારીથી કહું તો મને મેદાનની બહાર ગયા બાદ ખબર પડી કે એ એક નો બૉલ હતી. આવી ભૂલો રમત માટે યોગ્ય નથી. જીતવું અને હારવુ જરૂરી નથી. આવી ભૂલો ક્રિકેટની રમત માટે સારી નથી.”

રોહિતે બીજા એમ્યાર સી નંદનની તરફ ઇશારો કરતા કહ્યું કે 19મી ઑવરમાં તેની ટીમની વિરુદ્ધ પણ ખોટો નિર્ણય આપવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post IPL: એમ્પાયરનાં ખોટા નિર્ણયથી ગુસ્સે ભરાયેલો કોહલી મેચ રૈફરીનાં રૂમમાં ઘુસ્યો, અને પછી… appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/angry-kohli-went-in-to-room-of-match-referee/
via Best Gujarati News